www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં 80થી વધુ બહેનો જોડાયા


સાંજ સમાચાર

બ્રહ્માકુમારી રાજકોટ મેહુલનગર સેવા કેન્દ્ર દ્વારા ગત તા.21 જૂનના રોજ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કંચનબેન સિધ્ધપુરા, ઓજસ્વી ફાઉન્ડેશનના ચેરમેન હેમાલબેન દવે, મહિલા સુરક્ષા અભિયમના ઋચિતબેન મકવાણા, જીજ્ઞાબેન, વર્ષાબેન તેમજ સેવાકેન્દ્રના નિમિત્ત બ્રહ્માકુમારી ચેતનાબેન, મોનિકાબેન તેમજ 80 બહેનો માતાઓ કુમારીઓએ લાભ લીધો. દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામને દીપાવ્યો ચેતનાબેનએ રાજયોગનું માર્ગદર્શન તેમજ મહેમાનોને ભેટ અને પ્રસાદ અર્પણ કર્યા. આચાર્ય બીનલબેને યોગા કસરત કરાવી અને માર્ગદર્શન આપ્યું.

Print