www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં કણકોટ રોડ પર ફ્લોર પ્લાઇન બ્લોકની હૈયું હચમાવતી ઘટના

RAJKOT : માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: માસૂમ બાળકીનું મોત


◙ પટેલ કારખાનેદાર કેવિનભાઈ જસાણીની પત્ની નમ્રતાબેને ઝીંદગીથી કંટાળી વાસણ સાફ કરવાનું લિકવિડ પી લીધા બાદ એકની એક બે વર્ષની પુત્રી જીયાને બાથમાં દબાવી સુઈ ગઈ: પુત્રી બેભાન થઈ જતાં પતિને ફોનથી જાણ કરી

સાંજ સમાચાર

◙ સારવાર મળે તે પહેલાં જ માસૂમ બાળકીએ દમ તોડ્યો: માતા સારવાર હેઠળ: તાલુકા પોલીસે દોડી જઈ બાળકીના મોતનું કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પીએમમાં ખસેડાયો: પરીવારમાં અરેરાટી

 રાજકોટ. તા.29
રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામ ઉપવનની પાછળ ફ્લોર પ્લાઇન બ્લોકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટેલ કારખાનેદારની પત્નીએ વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેની એકની એક બે વર્ષની પુત્રીને પણ સાથે બાથમાં દબાવી દિધી હતી. બાદમાં માસૂમ બાળકી બેભાન થઈ જતાં તેણીએ તેના પતિને ફોન કરી જાણ કર્યા બાદ દોડી આવેલ પતિએ પત્ની અને પુત્રીને સારવારમાં ખસેડયા હતાં.

પરંતુ સારવાર મળે તે પહેલાં જ માસૂમ બાળકીએ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં મહિલાએ ઝીંદગીથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામલ ઉપવનની બાજુમાં આવેલ ફ્લોર પ્લાઇન બ્લોકમાં રહેતાં નમ્રતાબેન કેવિનભાઈ જસાણી (ઉ.વ.30) નામની પરિણીતાએ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમની બે વર્ષની પુત્રી જિયાને લઈ પોતાના રૂમમાં ચાલી ગઈ હતી અને પોતાના બેડ પર પુત્રીને બાથમાં દબાવી સુઈ ગઈ હતી.

બાદમાં બાળકી બેભાન થઈ જતાં મહિલાએ તેના પતિને જાણ કરતાં પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતાં અને બંનેને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર મળે તે પહેલાં જ માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.બી.ડીંડોર સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મોતનું સચોટ કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક બાળકીના પિતા કેવિનભાઈ કારખાનેદાર છે. કેવિનભાઈ ગઈકાલે સવારે કારખાને ગયાં બાદ બપોરના સમયે તેમની પત્નીએ ઝીંદગીથી કંટાળી પગલું ભરી લીધું હતું. મૃતક દંપતીની સંતાનમાં એકની એક પુત્રી હતી. બનાવથી પરીવાર અરેરાટી સાથે કાળો કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ યથાવત રાખી છે. 

દંપતીના બંનેના બીજા લગ્ન અને મૃતક પુત્રી આંગળીયાત હતી
રાજકોટ. તા.29

રાજકોટમાં કણકોટ રોડ પર માતાએ આપઘાતનો પ્રયાસ કરી પુત્રીને મોતને ઘાટ ઉતારવાના બનાવથી ખળભળાટ મચી ગયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, કારખાનેદાર કેવિનભાઈને પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયાં બાદ તેમણે નમ્રતાબેન સાથે લગ્ન કર્યા હતાં. નમ્રતાબેનના પણ અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા અને આગલા ઘરથી સંતાનમાં એક પુત્રી જિયા હતી. જે આંગળીયાત તરીકે સાથે આવી હતી.

મેં મારો રસ્તો કરી લીધો છે કહીં પત્નિએ પગલું ભયુર્ં: સાસુ-વહુનો કંકાસ કારણભૂત

રાજકોટ તા.29
 કણકોટ રોડ પર શ્યામવન- ઉપવનની પાછળ માતાએ આપઘાતનો પ્રયાસ કરી પુત્રીને બાથમાં તબાવી મોતને ઘાટ પહોંચાડ્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. મહિલાના પતિ કેવીન જસાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે કારખાને ગયા બાદ બપોરના સમયે તેના પત્નિનો ફોન આવ્યો હતો કે મે મારો રસ્તો કરી લીધો છે. કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં અવારનવાર ફોન કરતા તેણે ફોન ઉપાડયો ન હતો. જે બાદ તેઓ ઘરે પહોંચી જોતા માતા-પુત્રી બેભાન અવસ્થામાં પડયા હતા. બન્નેને સારવારમાં ખસેડાતા તેમની પુત્રીને મૃત જાહેર કરવામાં આવી હતી.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે દંપતિ વચ્ચે કોઈ ખટરાગ ન હતો પરંતુ સાસુ વહુ વચ્ચે ઘરકામ બાબતે ઝઘડા થયા રાખતા હોય જેથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક કારણ જણાવ્યું હતું.

Print