www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢમાં તબીબ ઉપર ખૂની હુમલો: મોબાઈલ-રોકડની લૂંટ


ગોંડલના પરિવાર સામે રેલીનું આયોજન કરનારના ભાઈ સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ

સાંજ સમાચાર

જુનાગઢ,તા.12
ગઈકાલે જુનાગઢના તબીબ પોતાના કલીનીક ઉપર સ્કુટરમાં જતા હતા ત્યારે ચાર શખ્સોએ તબીબને આંતરી પાઈપ, તલવાર, લાકડી વડે ખૂની હુમલો કરી મોબાઈલ રોકડ રૂા.900ની લૂંટ કરી ભાગી છુટયા હતા.

જુનાગઢ ભાટીયા ધર્મશાળા વિસ્તારમાં રહેતા અને મેઘાણી નગરમાં દવાખાનું ધરાવતા ડો. રસીદભાઈ કરીમભાઈ વાએશા (ઉ.50) સાવન ઉર્ફે જવો બાવનજી સોલંકીને તેમના પત્ની વચ્ચે સમાધાન કરવા વચ્ચે પડયા હતા જેનું સાવન ઉર્ફે જવાને મનદુ:ખ હોય ગઈકાલે ડો. રસીદભાઈ વાંચેશા કલીનીક પર સારવાર આપી પોરબંદર જવાનું હોય.

જેથી મોપેડ લઈ સવારના 10 કલાકે નીકળેલ તેઓ વિવેકાનંદ ગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે સામેથી કાર આવી હતી જેના ચાલકે ડો. રસીદભાઈના મોપેડ સાથે અથડાવી ડો. રસીદ પડી જતા ખાડીયામાં રહેતો સાવન ઉર્ફે જવો સોલંકી તથા ત્રણ અજાણ્યા શખ્સોએ તલવાર લાકડી લોખંડના પાઈપ વડે ડો. રસીદ કરીમભાઈને માર મારવા લાગેલ અને ડો. રસીદભાઈના ખીસ્સામાંથી મોબાઈલ તથા રોકડ રૂા.900ની લૂંટ કરી હતી.

તબીબ બુમાબુમ કરતા આસપાસથી પસાર થતા લોકો આવી જતા આ ચારેય શખ્સો ભાગી છુટયા હતા. આ અંગેની ડો. રસીદભાઈએ સાવન ઉર્ફે જવા બાવાજી સોલંકી તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

અન્ય બનાવમાં થોડા દિવસો પહેલા ગોંડલના ધારાસભ્યના પુત્રએ જુનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કરી ખૂની હુમલો કર્યાની ફરીયાદ થઈ હતી જેના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવેલ તે રેલીના આયોજકના ભાઈ સહિત ત્રણ અજાણ્યા સામે હત્યાનો પ્રયાસ લૂંટની ફરીયાદ થતા અનેક ચર્ચા વ્યાપી છે.

Print