www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ફરી એકવાર ટ્રમ્પના બચાવમાં આવ્યા મસ્ક: ઉપરાષ્ટ્રપતિ પર ભડકયા


જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો ગર્ભપાત પર રોક આવશે તેવા હેરિસના નિવેદનને ખોટું કહ્યું

સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા),તા.2
અમેરિકામાં પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાનાર છે અને આ પદ માટે ટ્રમ્પ અને બાઈડન વચ્ચે જોરદાર ટકકર થવાની છે, દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે ટ્રમ્પ ગર્ભપાત પર પ્રતિબંધ લગાવશે તેવું નિવેદન કરતા આ મામલે અમેરિકાના ખર્વોપતિ એલન ફરી એકવાર ટ્રમ્પના બચાવમાં આવી ગયા છે.

કમલા હેરીસે સોશિયલ મીડીયામાં લખ્યું હતું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો દેશમાં ગર્ભપાત પર પ્રતિબંધ લગાવશે તેને રોકવા અને મહિલાઓની પ્રજનન સ્વતંત્રતા બહાલ કરવા હું અને રાષ્ટ્રપતિ બાઈડેન પુરી તાકાત લગાવી દઈશું.

કમલા હેરીસની આ પોસ્ટ પર એલન મસ્કે લખ્યું હતું- રાજનેતા, કયારે સમજશે? કયારે શીખશે કે આ મંચ પર ખોટુ બોલવુ હવે ચાલતું નથી. ટ્રમ્પે વારંવાર કહ્યું હતું કે તે ગર્ભપાત પ્રતિબંધ પર હસ્તાક્ષર નથી કરવાના.

Print