www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વી પર પરત લાવવા નાસા એલન મસ્કના સ્પેસ એકસની મદદ લેશે


વર્ષ 2001થી શરૂ થયેલું અંતરિક્ષ સ્ટેશન 2030માં નિવૃત થનાર છે: સ્પેસ સ્ટેશન પરત લાવવા નાસા મસ્ક સાથે 4.3 કરોડ ડોલરની સમજૂતી કરશે

સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા),તા.27
ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને અમેરિકી અંતરિક્ષ યાત્રી બુચ વિલ્મોર પાંચ જૂનની આસપાસ એક સપ્તાહ માટે અંતરિક્ષમાં ગયા હતા અને તેમને 13 જૂને પરત લાવવાના હતા, પણ આજે 27 જૂને પણ તેમના પરત ફરવાના કોઈ ઠેકાણા નથી. દરમિયાન અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક નવી જાણકારી આપી છે, જે મુજબ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)ને નિવૃત કરવા માટે તે એલન મસ્કના સ્પેસ એકસની મદદ લેશે.

► 2030માં થશે રિટાયર
ખરેખર તો અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આઈએસએસને પૃથ્વીના વાયુમંડળના માધ્યમથી પ્રશાંત મહાસાગરમાં તેના અંતિમ વિશ્રામ સ્થળ સુધી લઈ જવા માટે એક યાન બનાવા હેતુ સ્પેસએકસને પસંદ કર્યું છે, જે વર્ષ 2030માં રિટાયર થઈ જશે.

એલન મસ્કની કંપનીની સાથે અંતરિક્ષ યાન તૈયાર કરીને આપવા માટે 4.6 કરોડ ડોલરની એક સમજૂતી થઈ છે, જેને યુએસ ડિઓર્બીટ વ્હીકલ નામ આપવામાં આવ્યું છે. નાસાના કેન બોકર્સોકસે કહ્યું હતું- આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે અમેરિકી ડિઓર્બિટ વ્હીકલની પસંદગી કરવાથી નાસા અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને ફાયદો થશે, આની મદદથી સ્ટેશનના સંચાલનના અંતમાં તેને પૃથ્વીની નીચલી કક્ષામાં સુરક્ષિત પહોંચાડવામાં મદદ મળશે.

આ છે નાસાની યોજના
નાસાની યોજના સ્પેસ એકસ દ્વારા અંતરિક્ષ યાનના નિર્માણ બાદ તેનું સ્વામિત્વ લેવા તથા પૂરા મિશન દરમિયાન તેના સંચાલનને નિયંત્રીત કરવાની છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનનું વજન 4,30,000 કિલોગ્રામ પાઉન્ડ છે. આ અત્યાર સુધીની અંતરિક્ષમાં નિર્મિત સૌથી મોટી એક જ રચના છે.

ત્રણ તબકકામાં તૂટશે
મીટ અને સ્કાયલેબ જેવા અન્ય સ્ટેશન વાયુ મંડળમાં પરત આવ્યા બાદ જે રીતે નષ્ટ થયેલા તેને જોતા નાસાના એન્જીનીયર આશા રાખી રહ્યા છે કે આઈએસએસ ત્રણ ચરણોમાં તૂટશે. સૌથી પહેલા સોલર પેનલ અને રેડીએટર જે કક્ષીય પ્રયોગ શાળાને ઠંડી રાખે છે- તે બંધ થઈ જશે. ત્યારબાદ અલગ અલગ મોડયુલ ટ્રસ કે સ્ટેશનની સંરચનાથી અલગ થઈ જશે.

બતાવવામાં આવી રહ્યું છે કે, મોટાભાગની સામગ્રી વરાળ થઈ જશે પણ ટુકડા બચી જવાની આશા છે. આ કારણે નાસા પ્રશાંત મહાસાગરમાં એક ક્ષેત્ર માટે લક્ષ્ય બનાવી રહ્યું છે, જેને પોઈન્ટ નિમો કહેવામાં આવે છે.

જે દુનિયાનું સૌથી દુરસ્થ ક્ષેત્રોમાનું એક છે અને ઉપગ્રહો અને અંતરિક્ષ યાનના કબ્રસ્તાન તરીકે જાણીતું છે. ઉલ્લેખનીય છે કે, આઈએસએસનો પ્રથમ ભાગ 1998માં લોન્ચ થયો હતો. 2001થી તેમાં અંતરિક્ષ યાત્રીઓ વસતા આવ્યા છે.

Print