www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રશિયા, ચીનના વધતા ખતરાને લઇને....

નાટો પ્રમુખનું સભ્ય દેશોને આહવાન: રશિયા સામે પરમાણુ હથિયાર તૈનાત રાખો


નાટો પ્રમુખનું નિવેદન તનાવ વધારનારું: રશિયા

સાંજ સમાચાર

લંડન (બ્રિટન), તા.18
નાટોના પ્રમુખે રશિયા સામે પરમાણુ હથિયાર બધા સભ્ય દેશો તૈયાર રાખે તેવું કહેતા રશિયાએ તેની સામે આકરી પ્રતિક્રિયા આપી કહ્યું છે, આથી તનાવ વધશે ક્રેમલીને તેને ગત સપ્તાહના અંતમાં થયેલ સ્વીટર્ઝલેન્ડ શાંતિ સંમેલનને જાહેર થયેલ નિવેદનથી વિપરીત કહ્યું છે.

ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન અર્થાત નાટોના પ્રમુખ જેમ્સ સ્ટોલ ટેનબર્ગે સભ્ય દેશોને પરમાણુ હથિયારને તૈનાત રાખવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા નાટો વધુ પરમાણુ શસ્ત્રોને તૈનાત કરવા, શસ્ત્રાગારમાંથી બહાર કાઢવા અને તેને સ્ટેન્ડ બાય રાખવાને લઇને વાત કરી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિશ્ર્ચિત રીતે નાટોનો ઉદેશ પરમાણુ હથિયારો વિનાની દુનિયા છે, પણ જ્યાં સુધી પરમાણુ હથિયાર છે અમે પરમાણુ ગઠબંધન રહીશ. બીજી બાજુ રશિયાએ નાટો પ્રમુખની ટીપ્પણીને તનાવ વધારનારી કહી છે ક્રેમલિનના પ્રવકતા દિમિગી પેસ્કોવે પોતાની ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.

 

Print