www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પહાડી પ્રવાસન સ્થળોમાં નૈનિતાલ સૌથી વધુ પ્રદુષિત


વાહનોના ઝડપથી વધતા દબાણ અને પર્યટકોની ભારે ભીડના કારણે વાયુ ગુણવત્તાના સ્તરમાં ભારે ઘટાડો થયો: પીએમ-10નું સ્તર સૌથી વધુ 76.77 નોંધાયુ

સાંજ સમાચાર

હલ્ધાની,તા.27
ઉતરાખંડનાં પહાડી શહેરોમાં નૈનિતાલની હવા સૌથી વધુ પ્રદુષિત જોવા મળી છે. ગત એક વર્ષમાં ત્યાં પીએમ-10 સ્તર 15 ટકાથી વધી ગયુ છે ચમોલી જીલ્લાનાં ગોપેશ્વરની હવામાં પ્રદુષણની માત્રા સૌથી ઓછી જોવા મળી છે.

પહાડી શહેરોમાં નૈનિતાલ બાદ બાગેશ્વરની હવા આશ્ચર્યજનક રીતે સૌથી ખરાબ નોંધાઈ છે.જયારે ત્યાં પર્યટન ગતિવિધી સીમિત છે તેનું એક કારણ ત્યાંનો ખનન કારોબાર હોઈ શકે છે. મેદાની ક્ષેત્રોમાં વાયુ પ્રદુષણ દહેરાદુનમાં સૌથી વધુ અને કાશીપુરમાં સૌથી ઓછુ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ બતાવી રહ્યો છે કે પહાડના બધા શહેરોમાં દર વર્ષે હવાનું પ્રદુષણ ઝડપથી વધી રહ્યું છે.

નૈનિતાલમાં વાહનોનું ભારે દબાણ અને પર્યટકોની ભીડના કારણે વાયુ પ્રદુષણ સર્વાધિક થઈ ગયુ છે. નૈનિતાલની હવામાં પ્રદુષણ માટે જવાબદાર પીએમ 10 નું સ્તર સર્વાધિક 76.77 માઈક્રોગ્રામ પ્રતિ કયુબ જોવા મળ્યુ છે. તે રાજયના પર્વતીય ક્ષેત્રમાં સૌથી વધુ છે. અહીં 2023 માં પીએમ 10 ની માત્રા 68.08 હતી આ રીતે નૈનિતાલમાં એક વર્ષમાં પીએમ 10 નું સ્તર 12.69 અંક વધ્યુ છે. જે ગત વર્ષની તુલનામાં 15 ટકા વધુ છે.

ગોપેશ્વરમાં પીએમ
અહી પીએમ 10 40.94 નોંધાયુ હતું. તે રાજયમાં સૌથી ઓછુ છે.મેદાની ક્ષેત્રોમાં દહેરાદુનની હવા સૌથી વધુ પ્રદુષિત છે. દહેરાદુનમાં આઈએસબીટી પાસે પીએમ-10 223.91 મળ્યુ છે. સલ્ફર ડાયોકસાઈડ 9.02 તેમજ નાઈટ્રોજનની મતા 20.3 જોવા મળી છે.ઉધમસિંહ નગરનાં કાશીપુરમાં પીએમ-10 નું સ્તર 115.19 ટકા અને સલ્ફર ડાયોકસાઈડની માત્રા 9.93 તેમજ નાઈટ્રોજનની માત્રા 16.7 રેકોર્ડ કરાઈ હતી.

Print