www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુત્રાપાડામાં નરેશ જોડિયાએ લોકઅપના સળિયામાં માથુ ભટકાડ્યું, ઈજા થતાં સારવારમાં


સાંજ સમાચાર

રાજકોટ તા.24
સુત્રાપાડામાં નરેશ જોડિયાએ લોકઅપના સળીયામાં માથું ભટકાડતા ઈજા પહોચી હતી.હાલ તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

બનાવની વિગત મુજબ નરેશભાઈ જીવાભાઈ જોડિયા (ઉ.વ.27, રહે. ભટવદર ગામ, તા. જાફરાબાદ) ગઈ કાલે તેઓ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો. ત્યારે સવારનાં પાંચેક વાગ્યાની આસપાસ  લોકઅપના સળિયામાં માંથું ભડકાડતા માથાનાં ભાગે ઈજા પહોંચી હતી. આરોપીને સારવાર અર્થે વેરાવળ સરકારી હોસ્પિટલમાં બાદ જુનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

 

Print