www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૈયારોડ પર થયેલ હત્યાના બનાવમાં ફરાર કાલાવડ પંથકનો નીર ઉર્ફે નિલ ઝડપાયો


વિમાના રૂપિયા મામલે સાવકા ભાઈ સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કરી લાખાભાઈ વાઘેલાને મોતને ઘાટ ઉતારી દીધો હતો: ચાર આરોપી પકડાયા બાદ ફરાર શખ્સને પણ યુનિવર્સિટી પોલીસે દબોચ્યો

સાંજ સમાચાર

રાજકોટ. તા.29

રૈયારોડ પર વિમાના રૂપીયા મામલે સાવકા ભાઈ સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કરી લાખાભાઈ વાઘેલાની થયેલ હત્યાના બનાવમાં  ફરાર કાલાવડ પંથકનો નીર ઉર્ફે નિલને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો હતો.

બનાવ અંગે ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર ઝુંપડપટ્ટીમાં રહેતાં વસંતબેન ગુલાબભાઈ સાડમીયા  (ઉ.વ.35) નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય અમરશી ચારોલા, બેબીબેન અમરશી ચારોલા, સંજનાબેન વિજય ચારોલા, નીલ રાઘવ દેવીપુજક અને સાહીલ રાઘવ દેવીપુજકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ એકલાં રહે છે. તેમના પિતા જેરામભાઈ પુનાભાઈ વાઘેલા અને નાનો ભાઈ લાખાભાઈ વાઘેલા રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે રામાપીરના મંદિર સામે રહેતા હતા. તેમના પિતાએ બેબીબેન અમરશીભાઈ ચારોલાને ઘરમાં બેસાડેલ હતાં. તેમજ નાનો શીવાભાઈ હાલ જેલમાં છે તેમજ તેમના ભાઈ લાખાભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી એકાદ વર્ષથી પત્નીને તેને છૂટાછેડા આપી દીધેલ હતાં. તેમના બા મરણ ગયેલ હોય તેના વિમાના રૂપિયા આવેલ હોય જે રૂપિયા બાબતે તેમના બાપુ તથા તેમના ઘરમાં બેસાડેલ બેબીબેનને અવારનવાર ઝઘડાઓ થતા હતા જેના લીધે તેઓ બાપુજીના ઘરે જતા આવતા નહીં.

ગઈ તા.22/06/2024 ના 12 વાગ્યે તેણીના નાના બહેન સોનલબેનનો ફોન આવેલ અને વાત કરેલ કે, બાપુજીની તબિયત સારી નથી તેમની ખબર કાઢવા માટે જઈ આવજે વાત કરતા તેઓ બપોરના  રૈયાધારમાં આવેલ બાપાના ઘરે ગયેલ ત્યારે બેબીબેન ઘરની બહાર આવેલ અને કહેલ કે, તારા બાપાની તબિયત સારી છે, ખબર કાઢવાની જરૂર નથી તું તારા ઘરે જતી રહે તેમ વાત કરતા હતા ત્યારે તેનો દીકરો વિજય અમરશી ચારોલીયા ઘરમાંથી બહાર આવેલ અને ધમકી આપી ત્યાંથી કાઢી મુકેલી હતી.

બાદમાં ફરીવાર સોનલબેનનો ફોન આવેલ અને કહેલ કે, બાપુના ઘરે માથાકૂટ થયેલ છે અને લાખાને માર મારેલ છે. બાદમાં તેમના ભાભી ભાવનાબેનનો ફોન આવેલ અને વાત કરેલ કે, તમારા ભાઈ લાખાભાઈને બેબીબેન અને તેના દીકરાએ માર મારેલ છે. તેને દવાખાને લઈને આવું છું  વાત કરતા સીધી સરકારી દવાખાને આવેલ તો જાણવા મળેલ કે, લાખાભાઈને બંને પગમાં ગોઠણથી નીચે ફેક્ચર જેવી ગંભીર ઈજા  અને માથાના ભાગે લોહી નીકળતું હતું.  તેમજ તેમના ભાભીના ફોનમાં વીડિયો આવેલ જે વીડિયોમાં લાખાભાઈને વિજય અમરસિંહ ચારોલા લોખંડના પાઇપથી આડેધડ મારતો હોય અને બેબીબેન અને વિજયની વહુ સંજના અને વિજયના સાળા નીલ તથા સાહિલ પણ લાકડાના ધોકાથી મારમારતો જોવા મળ્યું હતું. દરમિયાન સારવારમાં રહેલ લાખભાઈનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક વિજય અમરશી ચારોલા, બેબીબેન અમરશી ચારોલા, સંજનાબેન વિજય ચારોલા અને સાહીલ રાઘવ દેવીપુજકની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થયેલ નિલ ઉર્ફે નિલ કુરજી ઉર્ફે રાઘવ જખાનીયાને પણ યુનિવર્સિટી પોલીસે ગઈકાલે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

 

Print