www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દિલ્હી - મુંબઇની સફર હવે અર્ધો સમય લાગશે

નવો એકસપ્રેસ હાઇવે તૈયાર : મોદીના હસ્તે ઉદઘાટન થશે


સાંજ સમાચાર

નવી દિલ્હી,તા. 2
દિલ્હી-મુંબઇ એકસપ્રેસના બીજા હિસ્સાનું કામ પુરૂ થઇ ગયું છે અને વડાપ્રધાન મોદી તેનું ઉદઘાટન કરશે. આ માર્ગ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે બનાવાયો છે. ત્રીજો ભાગ મુંબઇ સુધી જશે અને તે પછી દિલ્હીથી વડોદરાનો માર્ગ  જે અત્યારે 16 કલાક જેટલો સમય લે છે તે અર્ધો થઇ જશે.

આ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન પણ 12 કલાક લે છે. પરંતુ સડક માર્ગ 10 કલાકમાં દિલ્હીથી વડોદરા સુધી પહોંચી જવાશે અને તેનાથી દિલ્હી સાથેની કનેકટીવીટી વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માર્ગનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે.

દિલ્હીથી સવાઇ, માધોપુર, કોટાના માર્ગે દાહોદ અને ગોધરા થઇને એકસપ્રેસ હાઇવે મુસાફરને વડોદરા પહોંચાડી દેશે. બંને વચ્ચે અત્યાર સુધી 1000 કિ.મી.નું અંતર હતું તે ઘટીને 845 કિ.મી.નું થઇ જશે.

આ ઉપરાંત મધ્યપ્રદેશથી 244 કિ.મી. અને રાજસ્થાનમાં 79 કિ.મી. જાય છે અને એકસપ્રેસ હાઇવે પર 120 કિ.મી.ની ગતિએ 8 લેન પરનો પ્રવાસ શકય બનશે અને તે પુરો એકસપ્રેસ હાઇવે ફેબ્રુઆરી સુધીમાં પુરો થશે.

Print