www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોદી અને યોગી ધર્મના આધારે અનામત મુદ્દે કોંગ્રેસને ઘેરે છે ત્યારે....

યુપીમાં ઓબીસી માં મુસ્લિમ અનામત મુદ્દે નવું ધમાસણ: યોગી સરકાર કરશે સમીક્ષા


સમાજવાદી પાર્ટીની સરકારમાં મુસ્લિમોની 24 જાતિઓને ઓબીસીમાં સમાવાઇ હતી, ભાજપનો દાવો છે કે આ નિયમ વિરુદ્ધ

સાંજ સમાચાર

લખનૌ, તા.23
લોકસભા ચૂંટણી મેદાનમાં વડાપ્રધાન મોદી અને સીએમ  યોગી આદિત્યનાથ ધર્મના આધારે અનામતના મામલે કોંગ્રેસને ઘેરતા રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં મુસલમાનોને ઓબીસીમાં આવરી લઇને મળતી અનામત પર યોગી સરકારે આ મામલે સમીક્ષા કરવાનો-તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

યુપીમાં હવે નવું રાજકીય ધમાસાળ પેદા થયું છે. ઉત્તર પ્રદેશમાં મુસલમાનોને ઓબીસી અંતર્ગત મળતી અનામત પર સમીક્ષા-તપાસ કરવાનો વિચાર શરૂ કરી દીધો છે. ઓબીસી અનામત અંતર્ગત મુસ્લિમોને આપવામાં આવતી અનામતના આધારની તપાસ શરૂ કરાશે. યુપીમાં 24થી વધુ મુસ્લિમ જાતિઓને અનામતનો લાભ મળે છે. મીડિયા રીપોર્ટ આવ્યા બાદ અનામત પર ચર્ચાનું બજાર ગરમાયું છે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણના વોટીંગ પહેલા મુસ્લિમ અનામત પર મામલે બહાર આવ્યો છે. મુસ્લિમોને સામાજિક અને શૈક્ષણિક સ્થિતિના આધારે અનામત આપવાના મામલે બહાર આવ્યો છે.
સરકાર આ મામલે એ તપાસ કરાવશે કે આખરે મુસ્લિમોને ક્યાં આધારે અનામત આપવામાં આવે છે. જો આર્થિક આધાર પર મુસલમાનોને અનામત આપવામાં આવે છે તો તે હિન્દુ સમાજના સામાન્ય વર્ગના ગરીબ વર્ગનાને મળતી અનામતના આધારે અનામત મળવી જોઇએ. ઓબીસીના દાયરા ન રાખવી જોઇએ.

તપાસમાં એવું બહાર આવ્યું છે કે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન મુસલમાનોની 24થી વધુ જાતિઓને ઓબીસીના દાયરામાં નાખવામાં આવી હતી. જો કે તેને ક્યાં આધારે અનામત અપાઇ તેનો ઉલ્લેખ નથી. ભાજપનો દાવો છે કે આ નિયમ વિરુધ્ધ છે. 

Print