www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આગામી 6 મહિના બોલિવુડ માટે આશાસ્પદ: બિગ બજેટ ફિલ્મો તહેલકો મચાવી શકે છે


વર્ષ 2024ના પ્રથમ 6 માસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નિરાશાજનક રહ્યા: ફિલ્મી નિષ્ણાતો અને એક્ઝિબિટર્સ કહે છે - વર્ષ 2024ના સેક્ધડ હાફમાં બિગ બજેટ ફિલ્મોની હારમાળા સિનેમા ઉદ્યોગ માટે આશાનુ કિરણ

સાંજ સમાચાર

મુંબઇ, તા.2
વર્ષ 2024ના પ્રથમ 6 મહિના બોલીવૂડ માટે ડલ રહ્યા  હતા. આ સમય દરમિયાન ટિકિટબારી પર બિગ બજેટ ફિલ્મો રજૂ નહોતી થઇ જે ફિલ્મો રજૂ થઇ હતી. તેનું આશા કરતા નબળું પફોર્મન્સ ટિકિટબારી પર રહ્યું હતું. ‘ફાઇટર, શૈતાન, ક્રૂ’ જેવી ફિલ્મો ઠીક ઠીક રહી હતી. જ્યારે મીડીયમ બજેટની ફિલ્મો ‘શ્રીકાંત,’ ‘મુંજ્યા’, ‘આર્ટિકલ 370’ અને  ‘માલેગાંવ એક્સપ્રેસ’ જેવી ફિલ્મો પણ ઠીક રહી હતી. જો કે ઓવર ઓલ ફિલ્મ ઉદ્યોગને ખાસ ફાયદો નહોતો થયો.

હવે બીજા 6 મહિનામાં રજૂ થનાર મેગા બજેટ ફિલ્મોની હારમાળાએ હકારાત્મક સંકેત આપ્યા છે. આવનારા દિવસોમાં સિનેમા હોલમાં બિગ સ્ક્રીન પર રીલીઝ થનાર ફિલ્મોની આશાઓ અંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આવનારા 6 મહિના ફિલ્મો માટે આશાસ્પદ છે.

આવનારા 6 મહિના ફિલ્મ ઉદ્યોગ માટે આશાસ્પદ હોવાનું જણાવતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની જણાવ્યું હતું કે ખરેખર, આવનારા દિવસોમાં ઘણું રિકવર થઇ જશે. મિરાજ એન્ટરટેઇન્મેન્ટ લી.ના એમ.ડી. અમિત શર્માએ જણાવ્યું હતું કે ગત 6 મહિના બોલીવૂડ માટે ડલ રહ્યા હતા. આમ છતાં આવનારા 6 મહિનાનું કેલેન્ડર ઉત્તેજનાપૂર્ણ દેખાય છે. બિગ બજેટ ફિલ્મોની સાથે સાથે આવનારા મહિનાઓમાં મીડીયમ બજેટની ફિલ્મો પણ રજુ થશે. આવનારા 6 મહિનામાં સિનેમા હોલમાં ભીડ થશે. હું બીઝનેસ માટે પોઝીટીવ છે.

આગામી 6 મહિનામાં જુલાઇથી ડિસેમ્બરમાં ‘ઔરો મેં કહા દમ થા’, ‘સરફિરા’, ‘સ્ત્રી-2’, ‘સિંઘમ અગેઇન’, ‘ભૂલ ભુલૈયા-3’, ‘છાવા’, ‘વેલકમ ટુ ધી જંગલ’, ‘સિતારે જમીન પર’, ‘બેબી જાન’, ‘દેવરા-પાર્ટ-1’, ‘ઇન્ડિયન-2’, ‘પુષ્પા-2’, ‘ધી રૂલ’, ‘જીગરા’ વગેરે ફિલ્મો રીલીઝ થઇ રહી છે.

Print