www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નિલ્સ સંજયરાજ ગ્રુપ દ્વારા અમરેલી જીલ્લાના ધારી ખાતે ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ખુલ્લો મુકાયો


♦ પ્રકૃતિના ખોળે આધુનિક આવિષ્કારો સાથે આતિથ્યને આવકારવા અમો આતુર છીએ: સ્વરાજ રાજયગુરૂ

સાંજ સમાચાર

♦ છેલ્લા પાંચ દાયકા કરતા પણ વધારે સમયથી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ ‘નિલ્સ સંજયરાજ ગ્રુપ’ તથા સ્વરાજ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ દ્વારા અમરેલીના ધારી વિસ્તારમાં સૌ પ્રથમ વખત અદ્યતન સુવિધાઓ ધરાવતા ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસનું ભવ્યાતિભવ્ય નિર્માણ કરાયું 

 

રાજકોટ: તા 13 
‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ની સ્થાપના 1965માં સંજયભાઇ રાજયગુરૂ દ્વારા રાજકોટમાં કરવામાં આવી હતી. ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ અલગ અલગ બિઝનેસમાં પાંચ દાયકાથી વધુ સમયથી સફળતાપૂર્વક પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. અનેક વર્ષોની મહેનત અને સતત ગ્રાહકોને પોતાની સેવાઓથી સંતુષ્ટ કરી તેમનો વિશ્વાસ જીતવાના લક્ષ્ય સાથે આજે ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ કોર્પોરેટ જગતમાં સૌથી પ્રખ્યાત અને આદરણીય નામ બની ગયું છે. હાલ આ ગ્રુપનું નેતૃત્વ ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને રાજકીય નેતા ‘ઇન્દ્રનીલ રાજયગુરૂ” દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.

ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસ, ભારતની અગ્રગણ્ય અને પર્યાવરણની દૃષ્ટીએ સંવેદનશીલ હોટલ ચેઇન તરીકે જાણીતું નામ છે. ભારતમાં સૌથી ઝડપથી વિકસતી હોટલ બ્રાન્ડમાની એક છે. જેમાં હાલ 100 થી વધુ હોટલ અને રિસોર્ટસ કાર્યરત છે. ટૂંક સમયમાં 90 થી વધુ સ્થાનો પર ધ ફર્ન રેસીડેન્સી ખુલશે. ગુજરાતમાં જાણીતા ફર્ન ગ્રુપ બિઝનેસ ગ્રુપ ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ સાથે મળીને અમરેલી જીલ્લાના ધારી ખાતે ‘ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ’ ખુલ્લો મુકતા હર્ષ અનુભવી રહયું છે. આ સાથે ફર્ન ગ્રુપની હોટલ એન્ડ રિસોર્ટસની સંખ્યા 27 ની થઇ છે.

અમરેલી જીલ્લાના આંબરડી સફારી પાર્કની પૃષ્ઠભુમીમાં શરૂ થયેલ ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ ધારી રેલવે સ્ટેશનથી માત્ર 6 કિ.મી., ધારી બસ સ્ટેન્ડથી 8 કિ.મી., અમરેલી બસ સ્ટેન્ડથી 53 કિ.મી અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 170 કિ.મી. દુર છે. આ રિસોર્ટસમાં સુંદર અને આકર્ષક ડિઝાઇન કરેલા 30 જેટલા વિલા કોટેજ છે. હાઇ સ્પીડ વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેકટીવીટી, દરેક રૂમમાં એલઇડી ટીવી, ડિજીટલ ઇન-રૂમ સેફ, ઇન-રૂમ ચા-કોફીની સુવિધા, ઇકોફેન્ડલી બાથરૂમ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ રિસોર્ટસમાં બે ઓન સાઇટ રેસ્ટોરન્ટ છે. સવારે 7 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી કાર્યરત રહે છે. શાકાહારી ભોજન, ચા-કોફી, બાઇટ્સ અને મોકટેઇલની વિવિધ સર્વિસ પુરી પાડશે, ઉપરાંત આ રિસોર્ટમાં જીમ, સ્વિમીંગપુલ, મીટીંગ રૂમ, કોન્ફરન્સ રૂમ, બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ સહીતની અસંખ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રિસોટર્સમાં ર અત્યાધુનીક ભવ્ય જોવાલાયક સ્થળ છે. જેમાં 1034 ચો.ફૂટનો ‘ડેન’ (ગુફા) અને 28000 ચો.ફૂટનો ‘શેરબાગ’ છે.

કોઇપણ શુભ પ્રસંગો અને કોર્પોરેટ ઇવેન્ટસ જેવા પ્રસંગો અહીં ઉજવી શકાય છે. આ રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના મેનેજીંગ ડિરેકટર સુહેલ કન્નામ્પીલી એ જણાવ્યું હતું કે ધારીમાં લોન્ચ થયેલ આ રિસોર્ટસ સહેલાણીઓને મહેમાન નવાજી માટે અસાધારણ અનુભવ આપવાનું વચન આપે છે. ધારીમાં અમારૂ આ આતીથ્ય સ્થળ બિઝનેસ અને પ્રવાસીઓ માટે એકસરખી પસંદગીનું બની રહેશે એવી અમને આશા છે.

રિસોર્ટસના ઉદ્ઘાટન પ્રસંગે આનંદ વ્યકત કરતા સંજયરાજ એન્ડ કંપનીના મેનેજીંગ ડિરેકટર સ્વરાજ રાજયગુરુએ જણાવ્યું હતું કે, ‘અમે ફર્ન ગ્રુપ સાથે ભાગીદારી કરવાના અમારા નિર્ણયથી ખુશ છીએ. અમારો આ નવો ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ મહેમાનોના આતીથ્ય માટે ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવશે. ધ ફર્ન હોટલ એન્ડ રિસોર્ટસ સાથેની અમારી ભાગીદારી સાથે અમને વિશ્વાસ છે કે અમારા અતિથીઓની ઉતમ સ્તરની સેવા માટે અમો કયારેય ઉણા નહીં ઉતરીએ જેની અમે ખાત્રી આપીએ છીએ.’

હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’નું લક્ષ્ય હંમેશા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો અને સુવિધામાં વધારો કરવાનું રહ્યું છે. હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા અગાઉ નીલ્સ સિટી રિસોર્ટ, નીલ દા ઢાબા, સિએરા સ્ટાઇલ - રાજકોટ, લેમન-ટ્રી હોટલ, રેડિયસ લોન્સ અને સાક્ષી ફંકશન ડેસ્ટિનેશન જેવા વેન્ચર્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

Print