www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

1 જુલાઈથી આઈપીસી નહીં, બીએનએસ બોલશે પોલીસ મહોદય!


1 જુલાઈથી પુરા દેશમાં કાયદાની નવી ભાષા-પરિભાષાનો અમલ થશે: હવે આઈપીસી (ઈન્ડિયન પીનલ કોડ) નહીં, બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) શબ્દોનો ઉપયોગ થશે: પોલીસે એક એપ તૈયાર કરી છે, જે ભારતીય ન્યાય સંહિતાની એક કલીકથી સ્ક્રીન પર જાણકારી આપશે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.15
1 જુલાઈથી દિલ્હી સહિત પૂરા દેશમાં કાયદો પોતાની નવી ‘ભાષા અને પરિભાષા’ની સાથે બહાર આવશે. બ્રિટીશ કાળમાં સન 1860માં અંગ્રેજોએ પોતાની સુવિધા અનુસાર જે આઈપીસી (ઈન્ડીયન પીનલ કોડ)ને લાગુ કરી હતી તેનાથી લગભગ છુટકારો મળી જશે.

તો હવે આઈપીસી નહીં, બલકે બીએનએસ (ભારતીય દંડ સંહિતા) બોલશે, પોલીસ તંત્રના ‘મહોદયો’! એફઆઈઆરની હેડલાઈનની સાથે સેકશન, ડીઝીટલ, ફોરેન્સીક તપાસની રીતભાતો પણ બદલી ચૂકયા છે.

લગભગ એક વર્ષથી દિલ્હી પોલીસના જવાન અલગ અલગ ફેઝમાં દિલ્હીની ચાર જગ્યાએ આ નવા કાનૂનની પાઠશાળામાં અભ્યાસ કરી ટ્રેન્ડ થઈ રહ્યા હતા. આ સ્થિતિમાં પોલીસ પુરી તૈયારીના અંતિમ તબકકામાં છે.

ગુરુવારે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં નવી એફઆઈઆરની ડમી અને તેને નોંધવાના રિહર્સલ પણ થઈ ચૂકયા છે. સાથે સાથે દિલ્હી પોલીસની પોતાના જવાનો માટેની પોતાની એક એપ પણ તૈયાર કરી છે જે બદલાયેલા કાયદાની જોગવાઈઓની સાથે સાથે ભારતીય ન્યાય સંહિતાની એક કલીકથી સ્ક્રીન પર જાણકારી આપશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એપ 1 જુલાઈથી લોન્ચ થશે.

પોલીસ પોતાના 15000થી વધુ જવાનોને નવા કાયદાથી પુરી રીતે ટ્રેઈન્ડ કરાવ્યા છે તેમાં એસએચઓ, ઈન્સ્પેકટર, સબ ઈન્સ્પેકટર, એએસઆઈ રેન્કના જવાન સામેલ છે.

તેમને એપની ટેકનીકથી સજજ તો રાખવામાં આવશે, સાથે સાથે ક્રાઈમ સીનની વિડીયોગ્રાફી, ઓડીયો રેકોર્ડીંગ, ફોટોગ્રાફીમાં પણ પારંગત થશે. નવા કાયદાની સાથે જ ડિઝીટલ પુરાવા પર વધુ જોર અપાયું છે.

હવે આ ધારાઓથી ઓળખવામાં આવશે ‘સીરિયસ’ ક્રાઈમ
* રેપ અને પોકસો: બીએનએસ 65 અને 4 પોકસો (ઓછામાં ઓછી 20 વર્ષની સજા કે આજીવન કારાવાસ-દંડ)
* હત્યા: બીએનએસ 103(1) મૃત્યુદંડ અથવા આજીવન કારાવાસ.
* મોબ લીંચીંગ: બીએનએસ 103 (2) પાંચથી વધુ લોકોનું જૂથ મળીને જાતિ ધર્મ, સંપ્રદાય, ભાષાને લઈને હત્યા કરે છે, એવા ગ્રુપના દરેક સભ્યના દોષિત સાબિત થવા પર મૃત્યુદંડ કે આજીવન કારાવાસની સજા.
* કિડનેપીંગ: બીએનએસ 137- ઓછામાં ઓછી સાત વર્ષ અને એથી વધુ સજા અને દંડ પણ.
* સ્નેચિંગ: બીએનએસ 304- ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા અને દંડ.
* અકસ્માતમાં મોત: બીએનએસ 106(2)- વધુમાં વધુ 10 વર્ષની સજા અને દંડ.

શું બદલ્યું એફઆઈઆરની ફોર્મેટમાં

♦ અગાઉની એફઆઈઆર

♦ ધારા 154 દંડ પ્રક્રિયા સંહિતા અંતર્ગત

♦ 1 જુલાઈથી એફઆઈઆર

♦ ધારા 173 બીએનએનએસએસ અંતર્ગત એફઆઈઆરની બાકી ફોર્મેટ એ રીતે જોવા મળશે.

 

 જજોની ટ્રેનીંગ પર જોર, વકીલો માટે સેમિનાર
નવી દિલ્હી: ભારતીય ન્યાય સંહિતા 2023ની સાથે કામ કરવા માટે દિલ્હીની બધી અદાલતો તૈયાર થઈ ગઈ છે. હાઈકોર્ટથી માંડીને જિલ્લા અદાલતો સુધીના બધા જજોને ટ્રેનીંગથી આ નવા કોડ સાથે જોડવામાં આવી રહ્યા છે. વકીલોની મદદ માટે દિલ્હી બાર કાઉન્સીલે સેમીનારની યોજનાઓ બનાવી છે.

Print