www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નાની બચત યોજનાઓના વ્યાજમાં કોઈ વધારો નહીં


પીપીએફ સહિતની સ્કીમમાં જુના દર જ યથાવત

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.29
કેન્દ્ર સરકારે જુલાઈથી સપ્ટેમ્બર,  માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ  દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અને રોકાણકારોને જૂના વ્યાજ દરોની જ ઓફર કરવામાં આવી છે.

સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ  સુક્ધયા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ આર.ડી. મહિલા સમૃદ્ધિ સેવિંગ સર્ટીફિકેટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટીફિકેટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેવી યોજનાનો સમાવેશ થાય છે. સરકાર પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં આ યોજનાના વ્યાજ દર નક્કી કરે છે.

સરકારે  નાની બચત યોજનાના વ્યાજ દરો યથાવત રાખ્યા છે. બીજા ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરો એપ્રિલ-જૂન પ્રમાણે જ રહેશે.

હાલ મળતું વ્યાજ

1 વર્ષની ટાઈમ ડિપોઝીટ સ્કીમ... 6.9 ટકા
2 વર્ષની ટાઈમ ડિપોઝી સ્કીમ... 7 ટકા
3 વર્ષની ટાઈમ ડિપોઝીટ સ્કીમ... 7.1 ટકા
5 વર્ષની ટાઈમ ડિપોઝીટ સ્કીમ... 7.5 ટકા
5 વર્ષની આર.ડી. સ્કીમ... 6.7 ટકા
મન્થલી ઈન્કમ અકાઉન્ટ સ્કીમ... 7.4 ટકા
નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ... 7.7 ટકા
સિનિયર સિટીઝન સેવિંગ... 8.2 ટકા
પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ...7.1 ટકા
કિસાન વિકાસ પત્ર... 7.5 ટકા
સુકન્યા સમૃદ્ધિ સ્કીમ... 8.2 ટકા 

Print