www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં રવિવારે રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામિકના સહયોગથી રવિવાર તા 26 ના રોજ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા 26 ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી રવાપર રોડ પર આવેલ ડાયમંડ બ્યૂટી પાર્લરની પાછળ કાલિકા પ્લોટ શેરી નં-3 માં રાહતદરે એ-4 સાઈઝના કોલેજબુક, ફુલસ્કેપ લોંગબુક, સ્ટાન્ડર્ડ નોટબુક, નાની નોટબુક, કંપાસ બોક્સ, સ્કૂલબેગ, ટ્રાન્સપરેન્ટ પેડનું વિતરણ કરવામાં આવશે. આ તમામ બુક ક્લાસમેટ કંપનીની આપવામાં આવશે. જેથી વહેલા તે પહેલાના ધોરણે વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા અને વધુ માહિતી માટે મો.નં. 94262 21848 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

Print