www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાએ બનાવેલ ડુપ્લીકેટ પાસપોર્ટ જપ્ત: છ દિવસની રિમાન્ડ મેળવી


નકલી પાસપોર્ટના આધારે વિદેશ નાસી જાય તે પૂર્વે જ પોલીસે દબોચ્યો

સાંજ સમાચાર

જુનાગઢ તા.12
 જુનાગઢનો રહીશ અને જુનાગઢ મહાનગર પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ ગુજરાત સૌરાષ્ટ્ર જુનાગઢમાં 60થી વધુ પ્રોહી.ના ગુનાનો આરોપી ધીરેન અમૃતલાલ કારીયા ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી ખોટા નામ ઉપર વિદેશમાં ભાગી જવાની પેરવી પહેલા જ જુનાગઢ પોલીસ વડાની ચાંપતી નજરના કારણે લીસ્ટેડ બુટલેગરને પોલીસે દબોચી લીધો હતો.

 જુનાગઢ રાયજી બાગ, નોબલ ક્રાઉન એપાર્ટમેન્ટમાં રહેતો ગુજરાત સૌરાષ્ટ્રનો નામચીન લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અને જીલ્લામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા વોન્ટેડ ગુન્હેગારોને દબોચી લેવા જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નીલેષ જાજડીયા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તાકીદ કરતા જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે એ ડીવીઝન પીઆઈ બી.જે. સાવજ પીએસઆઈ ઓ.આઈ. સીદીને મળેલી બાતમીના આધારે જુનાગઢનો લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા રે. રાયજી બાગ વાળો એક ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવેલ તે ડુપ્લીકેટ પાસપોર્ટ તેના મીત્ર અમીત ઉર્ફે ચેમ્પીયન ધીરૂ રાઠોડ રે. ગણેશનગર વાળાના ઘરે સંતાડેલ હોય હાલ તે જેલમાં હોય જેલમાંથી છુટીને ધીરેન કારીયા આ ડુપ્લીકેટ પાસપોર્ટ મારફત વિદેશ ભાગી જવાનો હોવાની હકીકત મળતા જે પાસપોર્ટનો કબજો લઈ તેના કાગળોની ખરાઈ કરતા તે નકલી હોવાનું સામે આવ્યું હતું.

એ ડીવીઝન પોલીસે કોર્ટ મારફત કબજો મેળવી એ ડીવીઝન પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ ઓ.આઈ. સીદી સહિતના પોલીસ જવાનોએ લીસ્ટેટ બુટલેગર વિદેશમાં ભાગી જાય તે પહેલા તેનો પ્લાન ધૂળમાં મેળવી દીધો છે.

ગઈકાલે એ ડીવીઝન પીઆઈ વી.જે. સાવજના માર્ગદર્શન નીચે પીએસઆઈ ઓ.આઈ. સીદીએ બુટલેગર તેમજ નકલી પાસપોર્ટ ધરાવનાર ધીરેન અમૃતલાલ કારીયાને રીમાન્ડ માયે કોર્ટમાં રજુ કરી 14 દિવસના રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 6 દિવસના રીમાન્ડ પર સોંપતા એ ડીવીઝન અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી વિવિધ પાસાઓ ખુલે તેવી શકયતા જોવા મળી રહી છે.

Print