www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર કુખ્યાત બુટલેગર પ્રશાંત ઉર્ફે પસો ઝડપાયો


એલસીબી ઝોન-2 ની ટીમે બુટલેગરને પકડી કાર્યવાહી હાથ ધરી: આરોપી વિરૂદ્ધ દારૂ સહિતના 12 ગુના નોંધાયેલ છે

સાંજ સમાચાર

રાજકોટ. તા.27

દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર કુખ્યાત બુટલેગર પ્રશાંત ઉર્ફે પસાને એલસીબી ઝોન-2 ની ટીમે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આરોપી વિરૂદ્ધ દારૂ સહિતના 12 ગુના નોંધાયેલ છે.પ્રાપ્ત વિગત મુજબ, એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલ ચોક્કસ બાતમીના આધારે દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર પ્રશાંત ઉર્ફે પસો કિશોર પરમાર (ઉ.વ.30), (રહે.લક્ષ્મીવાડી ક્વાર્ટર નં.60) ને ઝડપી લીધો હતો. આરોપી વિરૂદ્ધ અગાઉ અગાઉ અલગ અલગ પોલીસ મથકમાં દારૂ, સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ છે.

 

Print