www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે અંતરિક્ષમાં ડિજિટલ ગોડાઉન ખોલાશે


સાંજ સમાચાર

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના વધતા ઉપયોગથી વધતા ડેટાને સલામત રાખવા માટે યુરોપ અંતરિક્ષમાં ડિજીટલ ગોડાઉન ખોલવાની યોજના બનાવી રહ્યું છે. ‘એસેંડ’ નામની કંપનીએ 21 લાખ ડોલરના રોકાણ માટે અભ્યાસ શરૂ કર્યો છે.

આ સેન્ટર સૂર્ય ઉર્જાથી ચાલી શકશે. 16 માસના અભ્યાસ બાદ પૃથ્વીથી 1400 કિ.મી. દુર અને સ્પેસ સ્ટેશનથી ત્રણ ગણા અંતરે સ્ટેશન સ્થાપવા આયોજન છે. 13 ડેટા સેન્ટર ખોલી તેમાં 2036 સુધીમાં 10 મેગાવોટની ક્ષમતા ઉભી કરાશે.

આ યોજના ટેકનીકલ, આર્થિક અને પર્યાવરણ માટે પણ ઉપયોગી બનશે. જો કે આ ડેટા સેન્ટર ચલાવવા ત્રણ ગણી ઉર્જાની જરૂર પડશે. ભારતમાં 90 ટકા ડેટા ધરાવતા ચાર શહેરો મુંબઈ, દિલ્હી, હૈદ્રાબાદ અને ચેન્નાઈ છે.

Print