www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વંદેભારતમાં હવે અડધો લીટર પાણીની બોટલ જ મળશે


સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.27
દેશમાં દોડાવાઈ રહેલી વંદેભારત ટ્રેનના પ્રવાસીઓ હવે 50 મીલીલીટરથી વધુની જરૂરિયાત માટે ટ્રેનના સ્ટાફને વિનંતી કરવી પડશે. રેલ્વે અત્યાર સુધી વંદેભારતના પ્રવાસીઓને એક લીટરની રેલ્વે નીરની બોટલ આપતુ હતું પરંતુ હવે તેમાં કામ મુકી દીધો છે અને ફકત એક 500 મીલીલીટરની બોટલ મળશે.

મોટી બોટલમાં પાણીનો બગાડ થતો હોવાનું બહાર આવ્યા બાદ રેલ્વેએ આ નિર્ણય લીધો છે. ઉતર રેલ્વેના પીઆરઓએ જણાવ્યું હતું કે, એક લીટરની બોટલ આપવાથી એવો અનુભવ થયો છે કે તેમાં પ્રવાસીઓ મોટાભાગનું પાણી પીતા હોતા નથી અને તે વેસ્ટેજ જાય છે તેના બદલે હવે 500 મીલીલીટરની બોટલ મળશે. એક લીટર પાણી કુલ અપાશે પરંતુ બીજી બોટલ માટે પ્રવાસીએ વિનંતી કરવી પડશે.

 

Print