www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે મોબાઇલ નંબર પોર્ટ કરવા માટે 7 દિવસ રાહ જોવી પડશે


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.2
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટ કરવાનો નવો નિયમ જાહેર કર્યો છે જે ગઇકાલથી લાગુ થઇ ગયો છે. હવે સિમકાર્ડને એક જ દિવસમાં આસાનીથી પોર્ટ નહીં કરી શકાય.

એ માટે યુઝર્સે 7 દિવસ રાહ જોવી પડશે. નંબર પોર્ટ કરવા માટે નવમી વખત સંશોધન કરવામાં આવ્યું હતું અને નંબર થકી થઇ રહેલા ફ્રોડને રોકવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

હવે જો સિમકાર્ડ પોર્ટ કરાવવું હોય તો પહેલા તમારે અરજી કરવાની રહેશે. એ પછી તમારે ઓળખ અને અન્ય માહિતી અપડેટ કરીને વેરિફાય કરાવવી પડશે. વેરિફિકેશન માટે એક વન ટાઇમ પાસવર્ડ મળશે જે તમારે પોર્ટિંગ પ્રોસેસ દરમ્યાન રજુ કરવાનો રહેશે. આ પ્રક્રિયા થોડી અસુવિધા વધારશે, પણ એનાથી નંબર કે સિમના દુરુપયોગની સંભાવના ઘટી જશે.

 

Print