www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની ઓટીટી સેવાઓ પર સરકારના નિયંત્રણ આવશે


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 18
ડિજીટલ યુગમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની બોલબાલા છે તેવા સમયે સરકાર દ્વારા વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એકસ (ટવીટર) સહિતના તમામ પ્લેટફોર્મની નિયંત્રણ હેઠળ આવરી લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇ હેઠળ આ તમામને અંકુશમાં મુકવામાં આવશે. અત્યાર સુધી તમામ ઓટીટી પ્લેટફોર્મ સરકારના નિયંત્રણની બહાર હતા. નવા ટેલીકોમ કાયદામાં પણ અંકુશ મુકવાની કોઇ દરખાસ્ત કરવામાં આવી ન હતી. 

ટ્રાઇના ચેરમેન અનિલકુમાર લાહોટીએ જણાવ્યું હતું કે ઓટીટી સેવામાં નિયંત્રણો મુકવા માટે નિયમન હળવા ઓપન હાઉસ ચર્ચા કરવામાં આવશે. આવતા ત્રણ મહિનામાં આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

સંસદીય સમિતિ દ્વારા ઓટીટી સેવાને નિયંત્રણ હેઠળ લેવાની ભલામણ કરવામાં આવી હતી અને તેના આધારે સરકાર આ દિશામાં આગળ વધી છે. હવે ઓપન હાઉસ ચર્ચાના આધારે ટ્રાઇ દ્વારા પણ અભિપ્રાય સાથેની ભલામણ સૂચવવામાં આવશે.  ટેલીકોમ કાયદાથી માંડી કયા વિભાગ હસ્તક નિયંત્રણ રાખવું સહિતના મુદ્દે હવે નિર્ણયો થશે. 

કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં પસાર કરાયેલા નવા ટેલીકોમ કાયદામાં ઓટીટી સેવાને બાકાત રાખી હતી. અગાઉ કંપનીઓને લાયસન્સ ફરજીયાત કરવાની વિચારણા કરવામાં આવી હતી પરંતુ નવા કાયદામાં એ લાગુ કરાઇ ન હતી. 

 

Print