www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : ફાયર NOC ના વાંકે ત્રણ શાળાઓને સીલ મારતા મામલતદાર


પડધરીમાં આત્મીય, લોટસ અને અવધ શૈક્ષણિક સંસ્થા સામે કાર્યવાહી: રેવન્યુ ટીમનો સપાટા

સાંજ સમાચાર

રાજકોટ તા.22
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પગલે રાજકોટ જિલ્લામાં ફાયર એનઓસીના મામલે શૈક્ષણિક સંસ્થાઓ, કોમ્પ્લેકસો, બિલ્ડીંગોને સીલ મારવાની ઝુંબેશ શરૂ રાખવામાં આવી છે.

જેમાં પડધરીમાં મામલતદાર જે.એન.ચુડાસમા અને તેમની રેવન્યુ સ્કવોડ પોલીસને સાથે રાખી ત્રણ જેટલી શાળાઓને સીલ મારી દીધા હતા. જેમાં આત્મીય, લોટસ અને અવધ સ્કુલનો સમાવેશ થાય છે. તાલુકા મામલતદાર જૈન ચુડાસમા તેમજ નાયબ મામલતદાર જે.કે.પિલોજપરા, એચ.પી.રૈયાણી, પો.કોન્સ. એ.વી.ડાંગર, પી.જી.પરમાર, પીજીવીસીએલના પી.જી.ગામેતી સહિતના કર્મચારીઓની ટીમે ઉપરોક્ત ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ પર દોડી જઈ ફાયર એનઓસીના મામલે આ સંસ્થાઓને સીલ કરી કાર્યવાહી કરી હતી.

અહી એ ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પગલે રાજકોટ શહેર-જિલ્લામાં ફાયર એનઓસીના મામલે ધડાધડ પગલા લેવામાં આવી રહ્યા છે. ફાયર એનઓસી સર્ટીફીકેટ જરૂરી હોય અગાઉ રાજકોટ શહેરમાં અનેક શાળાઓને મ્યુ.કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલ હતા. પરંતુ ઉચ્ચ કક્ષાએ થયેલી રજુઆત બાદ ફાયર એનઓસીના વાંકે શૈક્ષણિક સંસ્થાઓને મરાયેલા સીલ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ ખોલી આપવામાં આવેલ હતા. આ સંસ્થાઓ દ્વારા ફાયર એનઓસી સર્ટીફીકેટ મેળવવાની કાર્યવાહી શરૂ કરાયેલ હતી.

દરમ્યાન પડધરીમાં પણ તાલુકા મામલતદારને તેમની રેવન્યુ ટીમે આત્મીય, લોટસ અને અવધ નામની આ ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓને ફાયર એનઓસીના મામલે સીલ મારી કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો હતો.

 

Print