www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતમાં સુપ્રસિદ્ધ રાઇના તેલ પર અમેરિકા અને પશ્ચિમના દેશોમાં પ્રતિબંધ!


સાંજ સમાચાર

મુંબઇ, તા.28
ઉત્તર ભારતીયોના મુખ્ય ખોરાકમાં જે તેલ સ્થાન ધરાવે છે એ રાઇના તેલને અમેરિકા અને પશ્ર્ચિમના દેશોમાં શંકાની નજરે જોવામાં આવે છે. સરસવનું તેલ તીવ્ર અને તીખ4 ફ્લેવર ધરાવે છે. જો કે કેટલીક બ્રાન્ડમાં ઇરુસિક એસિડ ખૂબ મોટી માત્રામાં હોય છે જે હાર્ટ-હેલ્થ માટે જોખમી હોવાનું મનાય છે. અમેરિકાની ફૂડ રેગ્યુલેટરી બોડીએ એડિબલ ઓઇલમાં ઇરુસિક એસિડની માત્રા યુઝ કરવા પર મર્યાદા મૂકી હોવાથી અનપ્રોસેસ્ડ મસ્ટર્ડ ઓઇલ પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં ઉપરોક્ત તીવ્ર એસિડથી હાર્ટ-હેલ્થ પર જોખમ ઉભું થતું હોવાનું નોંધવામાં આવ્યું છે. જો કે ભારતમાં જે સરસવ વપરાય છે એ પ્રોસેસ્ડ હોવાથી ઇરુસિક એસિડનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

 

Print