www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રથમ દિવસે 13736 તીર્થયાત્રીઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા


શ્રદ્ધાળુઓ 3300 મહિલાઓ, 52 બાળકો અને 102 સાધુઓ ઉપરાંત 682 સુરક્ષાકર્મી સામેલ હતા

સાંજ સમાચાર

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર),તા.1
દક્ષિણ કાશ્મીર હિમાલયમાં કડક સુરક્ષા વચ્ચે બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બર્ફાની બાબાના પહેલા દિવસે 13 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

તીર્થયાત્રીઓનું પ્રથમ જૂથ 3880 મીટરની ઉંચાઈ પર આવેલી ગુફા મંદિરની યાત્રા શરૂ કરવા માટે બાલટાલ અને નુનવાનમાં બે આધાર શિબિરેથી રવાના થયું હતું. આ યાત્રા 48 કિલોમીટર લાંબા નૂનવાન-પહેલગામ માર્ગ અને 14 કિલોમીટર લાંબા બાલટાલ માર્ગથી શરૂ થઈ હતી.

પહેલા દિવસે 13736 તીર્થયાત્રીઓએ પ્રાકૃતિક રીતે બનેલા શિવલિંગના દર્શન કર્યા હતા. આ તીર્થયાત્રીઓમાં 3300 મહિલાઓ પર બાળકો 102 સાધુઓ અને 682 સુરક્ષાકર્મીઓ સામેલ હતા. જેમણે બન્ને માર્ગોથી મંદિરના દર્શન કર્યા હતા.

Print