www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ


સાંજ સમાચાર

વિપુલ હિરાણી દ્વારા,ભાવનગર તા.27

ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે જિલ્લાના ઘોઘા, મહુવા અને શિહોર પંથકમાં એક -એક ઈંચ વરસાદ પડ્યો છે. પાલીતાણા, ઉમરાળા અને તળાજામાં અડધો -અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

ગોહિલવાડ પંથકમાં આજે સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં સવારે ઝરમર ઝરમર વરસાદ આવ્યા બાદ બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જિલ્લા ના ઘોઘા , મહુવા અને શિહોર પંથકમાં પણ બપોરે સારો વરસાદ પડ્યો હતો.

ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 થી સાંજના 6 સુધીમાં વલભીપુર 27, ઉમરાળા 14, ભાવનગર શહેર 33, ઘોઘા 26, સિહોર 20, ગારીયાધાર 2, પાલીતાણા 11, તળાજા 9, મહુવા 26 અને જેસરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.

Print