www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માત્ર એક દિવસ યોગ દિવસની ઉજવણી કરી યોગના મૂળ હાર્દ સુધી નહીં પહોંચી શકાય: સેજલ દરજી


યોગમાં વૈજ્ઞાનિક ઢબે વિવિધ ઋતુઓમાં કરી શકાય તેવા પ્રાણાયામ સૂચવ્યા છે: આસન પ્રાણાયામના અભ્યાસથી રોગ પ્રતિકારક શકિતમાં થઈ શકે છે નોંધપાત્ર વધારો

સાંજ સમાચાર

રાજકોટ, તા.20
યોગ આપણી પ્રાચીન પરંપરા છે. આદિયોગી શિવ અને ઋષિમુનિઓના કાળથી ચાલતી આવતી આપણી જીવન જીવવાની કળા છે. એવું બની શકે કે યોગના ગ્રંથો કે તેના શ્લોકની બધા જ લોકોને સમજણ ન પડે પણ યોગ અભ્યાસથી થતાં શારીરક અને માનસિક ફેરફાર નોંધપાત્ર છે.

આવતીકાલ તા.21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસનની આપણા જીવનમાં મહત્વ સમજાવતા સ્માત્વા યોગશાળાના સેજલ દરજીએ જણાવ્યું હતું કે, પૌરાણિક સમયમાં લખાયેલા યોગના ગ્રંથોનો જો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે હજારો વર્ષો પહેલા લખાયેલા પાતેજલ ’યોગસૂત્ર’ આજના જીવનને પણ એટલા જ અનુરૂપ છે. શું ઋષિમુનિઓને આવનાર સમય, આવનાર બદલવાનો ત્યારે પણ ખ્યાલ હશે?! યોગનું અનુભૂતિ સાથે સૌ કોઈ જોડાય શકે છે. કારણ તેને ખૂબ જ સુંદર રીતે તથા પદ્ધતિસર ક્રમવાર ગોઠવવામાં આવ્યા છે.

કોરોનાના કલમ એક શબ્દ બધાના હોઠ પર ચડ્યો હતો જે છે ’ ઇમ્યુનિટી’. આસન પ્રાણાયમના અભ્યાસથી રોગ પ્રતિકારક શકિતનો નોંધપાત્ર વધારો થયા છે એ બધાએ અનુભવું છે. યોગમાં વૈજ્ઞાનિક ઢબે વિવિધ ઋતુઓમાં કરી શકાય તેવા પ્રાણાયમ સૂચવ્યા છે. ગરમીની ઋતુમાં ઠંડક આપતાં શિતલી શિતકારી તો શિયાળામાં ભસ્ત્રિકા, સૂર્યભેદન જ્યારે કે અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયમ બધી જ ઋતુઓમાં કરી શકાય. પ્રાણાયમનો અભ્યાસ મનને શાંત કરે છે તથા એકાગ્રતા વધારે છે.

હજારો વર્ષો પૂર્વે લખાયેલા યોગસૂત્રો તથા યોગગ્રંથો બહુ થોડામાં જીવન જીવવાની કળા શીખવી જાય છે. ફકત જરૂર હોય છે સમજીને તેને આચરણમાં લાવવાની. યોગ દિવસની ઉજવણી રૂપે યોગામેટ લઇને ફકત એક દિવસ માટે યોગના કાર્યક્રમમાં ભાગ લેવાથી કે સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાથી તેના હાર્દ સુધી નહીં પહોંચી શકે. યોગને રોજના જીવનનું અભિન્ન અંગ બનાવી યોગમય જીવનશૈલીને અપનાવીએ. આ યોગ દિવસ પર સંક્લ્પ કરીએ કે એક દિવસ પૂરતા સમિતિ ન રહેતા હર દિનને યોગદિન બનાવીએ. 

Print