www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીની વાવડી ચોકડી નજીકથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, માલ મોકલનારની શોધખોળ શરૂ


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.22 
મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા જિલ્લાભરમાં દારૂ-જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ તથા મિલ્કત વિરોધી ગુનાઓ અટકાવવા માટે સઘન વોચ તપાસમાં રહેવા અને નાઇટ પેટ્રોલિંગમાં રહેવા જણાવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો.

તે દરમિયાનમાં સ્ટાફના ચકુભાઇ કરોત્રા તથા એ.પી.જાડેજાને બાતમી મળેલ હતી કે મોરબી-માળીયા હાઇવે તરફથી એક કાર મોરબી તરફ આવી રહી છે જેમા દારૂનો જથ્થો છે.જેથી તે નંબરની કારની વોચ રાખતા હકિકત વાળી કાર મોરબીની વાવડી ચોકડી ઓવરબ્રીજ પાસેથી મળી આવતા સ્વીફટ કાર નંબર જીજે 16 બીકે 4901 ની તલાસી દરમ્યાન કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની કુલ બોટલ નંગ-336 મળી આવતા રૂા.1,33,200 ની કિંમતનો દારૂ તેમજ રૂા.5 લાખની કિંમતની કાર એમ કુલ મળીને રૂા.6,33,200 નો મુદામાલ સ્થળ ઉપરથી જપ્ત કરીને સ્થળ ઉપરથી મળી આવેલ રૂગારામ ચેતનરામ મેઘવાળ ધંધો ડ્રાયવીંગ રહે.વાંકલપુરા મહાબારા તા.જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી.

દારૂ સાથે પકડાયેલા રૂગારામ ચેતનરામ મેઘવાળ ધંધો ડ્રાયવીંગ રહે.વાંકલપુરા મહાબારા તા.જી.બાડમેર રાજસ્થાન અને દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઇ કાગા રહે.મિઠરી તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દીખલ કરીને સુરેશભાઇ કાગા નામના રાજસ્થાની બુટલેગરને પકડવા પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.

રેડની કામગીરી પીઆઇ એચ.એ.જાડેજા તેજમ સ્ટાફના આર.પી.રાણા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, અરવીંદભાઇ ઝાપડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખીલ, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા તથા કિશનભાઇ મોટાણી દ્વારા કરવામાં આવી હતી.

યુવાનને ઇજા
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા સાવન બાબુભાઈ ઉઘરેજા નામના 32 વર્ષના યુવાનને જુના બસ સ્ટેશન પાસે બાઈક અને કાર વચ્ચે થયેલ અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ગત તા.20 ના રોજ બપોરના 11 વાગ્યાના અરસામાં જુના બસ સ્ટેશન પાસે થયેલ કાર-બાઇક અકસ્માતમાં ઈજા પામેલ સાવન ઉઘરેજાને સારવારમાં ખસેડાતા હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. 

મારામારીમાં ઈજા ં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી આરતીબેન કિશનભાઇ મેટાણિયા નામની 45 વર્ષીય મહિલાને મારામારીમાં ઇજા થતી અહિંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

Print