www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાંચ ફૂટ ખોલાયો, ડેમી-2 સહિતના ડેમોમાં નવા નીરની આવક


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી, તા.2
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધાથી લઈને સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાંચ ફૂટ ખોલીને હાલમાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં મોરબીના સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં સારો વરસાદ છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની અવાક થવા લાગી છે અને મોરબી નજીકના મચ્છુ-3 ડેમનો એક દરવાજો તો બે દિવસથી ખોલ્લો જ છે.

જો કે, મોરબી શહેરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને હાલમાં તે દરવાજને પાંચ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીની 417 કયુસેક આવક છે જેની સામે નદીમાં જાવક શરૂ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ટંકારા તાલુકામાં આવેલ ડેમી-2 ડેમમાં પણ પાણીની આવક વધીને 1198 કયુસેક પોહચી છે. અમે આ ડેમ હજુ માત્ર 10 ટકા ભરટેલ છે. તેવી જ રીતે જિલ્લાના અન્ય ડેમોમાં પણ છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થયેલ છે અને લોકોને પીવા અને સિંચાઇ માટે પાણી આપતા ડેમના પાણીની વાત કરીએ તો મચ્છુ-1 માં 8, મચ્છુ-2 માં 18 ટકા પાણી ભરાયેલ છે. જો કે, બ્રાહ્મણી-2 અને ધોડાધ્રોઈ બંને ડેમ 60 ટકા જેટલા ભરેલ છે.

Print