www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમેરિકામાં વધુ એક માણસ બર્ડ ફલુથી સંક્રમીત થયો


ડેરીમાં કામ કરનાર અને ખેતમજુર બન્યા બર્ડફલુનો શિકાર: MDHHSનો ખુલાસો

સાંજ સમાચાર

મિશિગન  (અમેરિકા) તા.23
અમેરિકામાં વધુ એક માણસમાં બર્ડ ફલુનો કેસ બહાર આવ્યો છે. મિશિગનના ખેતરોમાં કામ કરતો ખેતમજુર બર્ડફલુથી સંક્રમીત થયા છે. મિશિગન સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગ (એમડીએચએચએસ) એ જણાવ્યું હતું કે મિશિગનનો ખેડુત બર્ડફલુથી સંક્રમીત થયો છે.

રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી) એ જણાવ્યું હતું કે ડેરી કર્મચારી એચ5એન1 સંક્રમીત પશુઓના સંપર્કમાં હતો, આથી તેના પર નજર રાખવામાં આવી રહી છે. સંક્રમીતે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓને લક્ષણોની જાણકારી આપી હતી.

પીડિતના બે નમુના લેવાયા હતા. એક નાકથી અને એક આંખથી. જેમાં નાકથી લેવાયેલ નમુનાનું રિઝલ્ટ નેગેટીવ આવેલું પણ આંખમાંથી લેવાયેલ નમુનાનું રિઝલ્ટ પોઝીટીવ આવેલું. નાકના નમુનાનું બીજીવાર પરીક્ષણ કરાયેલું પણ તેમાં સંક્રમણ નહોતું બહાર આવેલું.

આ વાયરસ ગાયો અને પક્ષીઓમાં મળ્યો છે ત્યારે તેનાથી બચવા પોલ્ટ્રી કે ડેરીફાર્મમાં કામ કરનારાઓએ ઋતુજન્ય ફલુની રસી મુકાવવાની સલાહ એમડીએચએચએસે આપી છે.

 

Print