www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બહુત કઠીન હૈ ડગર પનઘટ કી! નંબર ગેમે ખેલ બગાડયો!

નવી સરકાર માટે હવે સરળ રસ્તો નહીં વન નેશન વન ઈલેકશન, સિવિલ કોડ પર લાગી શકે બ્રેક


બંધારણ સંશોધન જેવા મોટા નિર્ણયો માટે કેન્દ્ર સરકારને સાથીઓ ઉપરાંત વિપક્ષોનો સહયોગ પણ જરૂરી

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.6
લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ બહુમતનો આંકડો તો મેળવી લીધો, પણ ભાજપને 240 સીટ જ મળી છે, તે પોતાના જોરે 272નો આંકડો પાર કરી શકી નથી. આથી સરકારને સંસદમાં બંધારણ સંશોધન (સુધારા) જેવા પ્રસ્તાવો પસાર કરવામાં વિપક્ષનો સાથ લેવો જરૂરી બનશે.

બંધારણમા સંશોધન માટે કુલ સંખ્યાના બે તૃતિયાંશ બહુમત જોઈએ અને તે વિપક્ષના સહયોગ વિના સંભવ નહી બને. ‘એક દેશ એક ચૂંટણી’ના અમલ માટે પણ ભાજપને ઘટક દળોની સાથે સાથે વિપક્ષનો પણ સાથ લેવો પડશે.

નંબર ગેમનો ફરક પડશે: લોકસભાના પુર્વ સેક્રેટરી જનરલ પીડીટી આચારી કહે છે કે નંબર ગેમનો ફરક તો પડશે. લોકસભા ચૂંટણીમાં જે રિઝલ્ટ આવ્યા છે એથી સ્પષ્ટ છે કે કોઈપણ બિલ સંસદમાં આવવા પર વિસ્તારથી ડિબેટ થવાની સંભાવના બનશે અને બંધારણમાં સુધારો જરૂરી બન્યો તો વિપક્ષનો સાથ લેવો જરૂરી બનશે.

સૌનો સહયોગ લેવો પડશે: સુપ્રીમ કોર્ટના સિનીયર એડવોકેટ એમ.એલ.લાહોરી કહે છે- કેન્દ્ર સરકારના ‘વન નેશન વન ઈલેકશન’ માટે બંધારણ સંશોધનનો રસ્તો હવે વધુ કઠિન બની ગયો છે. કોમન સિવિલ કાંડનો મામલો પણ સરકારના એજન્ડામાં છે. આ મુદો પણ રાજનીતિક રીતે ઘણો સંવેદનશીલ છે. આ પરીસ્થિતિમાં ભાજપને તેના ઘટક દળોનો તેના માટે સાથ જોઈશે ત્યારે તે આગળ વધી શકશે.

કઈ પાર્ટીને વિપક્ષનું પદ મળશે? કાનૂની જાણકારો કહે છે કે વિપક્ષી દળોમાં સૌથી મોટી પાર્ટીના નેતાને વિપક્ષી દળના નેતાનો દરજજો મળે છે. જો કે ચલણમાં એવું છે કે વિપક્ષ નેતા બનવા માટે સૌથી મોટા વિપક્ષી દળને ઓછામાં ઓછા કુલ સીટોના 10 ટકા એટલે કે 55 સીટો મળેલી હોવી જોઈએ. આ વખતે કોંગ્રેસ 100 સીટની આસપાસ પહોંચી છે.

આ સ્થિતિમાં તેને લોકસભામાં વિપક્ષ નેતાનું પદ પણ મળશે. સહયોગીઓનો અભિપ્રાય મહત્વનો: મોદીએ ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત કરી છે. જો કે કોઈપણ નિર્ણય લેતા પહેલા સહયોગીઓની ભૂમિકા મહત્વની રહેશે. ઈડી અને સીબીઆઈનો ઉપયોગને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરતો રહ્યા છે, આ સ્થિતિમાં કરપ્શન અને મની લોન્ડ્રીંગ સંબંધીત જે કાનૂન છે તેના પર વિવાદ ઘેરો બની શકે છે.

પીએમએલએ કાનૂનનું હવે શું થશે?: પીએમએલએની તમામ જોગવાઈઓ પર વિપક્ષ સવાલ ઉઠાવતો રહ્યો છે. સુપ્રીમકોર્ટે પણ આ કાયદાની અનેક જોગવાઈ પર સવાલ ઉઠાવ્યા છે. હવે નવેસરથી કેન્દ્ર સરકારે પોતાનું સ્ટેન્ડ રજુ કરવું પડશે.

Print