www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોટર સાયકલ વાહનો માટે GJ-03-NQ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઓનલાઈન રી-ઓકશન 3 જુલાઈથી શરૂ કરાશે


સાંજ સમાચાર

રાજકોટ,તા.28
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ વાહનો માટે GJ-03-NQ સીરીઝનું રી-ઓકશન તા.3 જુલાઈ, 2024થી શરુ કરાશે. આ સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઇચ્છુકે ઓનલાઈન http://parivahan.gov .in/fancy પર તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 

રી-ઓકશનમાં ગોલ્ડન-સિલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.3/7ના સાંજે 4 કલાકથી તા. 9/7ના સાંજે 4 કલાક સુધી ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.9/7ના સાંજે 4:1 કલાકથી તા.11/7ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઈન ઓકશન ચાલુ રહેશે.

બિડિંગ પ્રક્રિયા પુર્ણ થયા બાદ તા.11/7ના રોજ સાંજે 4:15 કલાકે પરિણામ ઓનલાઈન જાહેર થશે.  ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન કરાવવા ઉમેદવારે સૌ પ્રથમ parivahan.gov.in પર જઈ ઓનલાઇન સર્વિસ પર કિલક કરવાનું રહેશે.

ત્યારબાદ fancy number booking પર ક્લિક કરી પબ્લિક યુઝર પસંદ કરી આઈ. ડી બનાવવાનું રહેશે. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન અને પસંદગીના નંબરમાં દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. ફી ભરાયા બાદ હરાજીમાં ભાગ લઈ, હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે. જે બાદ આર.ટી.ઓ.ની અપ્રૂઅલ લઈ નંબર મેળવવાનો રહેશે. 

Print