www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા લડતા ઉમેદવારોમાં માત્ર 10 ટકા મહિલા


8337 માં 797 સ્ત્રીઓ ચૂંટણી જંગમાં છે: ટીકીટમાં મહિલા અનામત બિલના અમલમાં કેમ વિલંબ થાય છે?

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.23
લોકસભાની ચૂંટણીનાં પાંચ તબકકા પૂરા થઈ ચૂકયા છે અને દસ દિવસમાં તમામ ઉમેદવારોનાં ભાવિ મતપેટીમાં સીલ થશે.જોકે એક રસપ્રદ વિશ્ર્લેષણ અનુસાર હાલની લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી હોવાનુ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર)એ જણાવ્યું છે.

લોકસભા ચૂંટણીના સાત તબકકામાં કુલ 8,337 ઉમેદવારોમાં માત્ર 797 મહિલા છે. જે કુલ ઉમેદવારોના માત્ર 9.5 ટકા છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખવાનું મહિલા અનામત બિલ મંજુર થયા પછીની આ પહેલી ચૂંટણી છે જોકે હજુ બિલ અમલી બન્યુ નથી.

પ્રથમ તબકકાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 1,618 હતી. જેમાં માત્ર 135 મહિલા હતી. ત્યારે પછીના તબકકામાં પણ આવી પેટર્ન ચાલુ રહી છે.
બીજા તબકકામાં ચૂંટણી લડનારા કુલ 1, 192 ઉમેદવારોમાંથી 100 મહિલા હતી. ત્રીજા તબકકામાં 244 માંથી 123, ચોથા તબકકામાં કુલ 1717 ઉમેદવારોમાંથી 170, પાંચમા તબકકામાં 695 માંથી 82 મહિલા ઉમેદવાર હતા.

આગામી સમયમાં યોજાનારી છઠ્ઠા તબકકાની ચૂંટણીમાં કુલ 869 ઉમેદવારમાંથી 92 મહિલા અને સાતમા તબકકામાં કુલ 904 ઉમેદવારોમાંથી મહિલાઓની સંખ્યા 95 અને એકટિવિસ્ટસ ટીકા કરી રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે રાજકીય પક્ષો મહિલાઓને ટીકીટ આપવા માટે મહિલા અનામત બીલનાં અમલની રાહ કેમ જોઈ રહ્યા છે.

ટીડીપીનાં ચંદ્રશેખર રૂા.5,705 કરોડની મિલકત સાથે મોખરે
આંધ્રપ્રદેશની ગુંતુર લોકસભા બેઠકનાં ટીડીપીનાં ઉમેદવાર ચંદ્રશેખર પેમ્માસા રૂા.5,705 કરોડ સાથે 2024 ની લોકસભા ચૂંટણીનાં તમામ 8,360 ઉમેદવારોમાં સૌથી વધુ એસેટસ ધરાવે છે. 

એડીઆરે ઉમેદવારોની એફીડેવીટનાં આધારે મીલકતનો ડેટા જાહેર કર્યો છે. જેમાં તેલંગાણાની ચેવેલ્લા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ રૂા.4,568 કરોડની એસેટસ જાહેર કરી છે. જયારે ભાજપના દક્ષિણ ગોતાના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ ડેમ્પોની મિલકત રૂા.1,361 કરોડ છે.

હરીયાણાની કુરૂક્ષેત્ર બેઠક પર ભાજપનાં ઉમેદવાર અને ઉદ્યોગપતિ નવીન જિંદલે રૂા.1,241 કરોડની સંપતી જાહેર કરી છે. જયારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કમલનાથના પુત્ર અને મધ્યપ્રદેશની છિંદવાડા બેઠકના ઉમેદવાર નકુલનાથની સંપતિ રૂા.718 કરોડ છે.

 

લોકસભા ચૂંટણીમાં 8,360 ઉમેદવાર, 1996 પછી સૌથી વધુ
લોકસભા ચૂંટણીમાં કુલ 8,360 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જે 1996 પછી સૌથી વધુ છે.સતાવાર ડેટાના વિશ્લેષણ અનુસાર 2019 ની લોકસભા ચૂંટણીમાં લોકસભાની 543 બેઠક માટે ઉમેદવારોની સંખ્યા 8.039 અને 1996 માં રેકોર્ડ 13,952 હતી. આ વખતે 13 મેના રોજ યોજાયેલી ચોથા તબકકાની ચૂંટણીમાં 10 રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોની 96 બેઠક પર સૌથી વધુ 1717 ઉમેદવારો મેદાનમાં હતા.

પ્રથમ તબકકામાં 21 રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશની 102 બેઠકો પર ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા 1625 હતી. બીજા તબકકામાં 13 રાજયોની 89 બેઠક પર 1, 198 અને ત્રીજા તબકકામાં 12 રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશની 94 બેઠક પર 1,352 ઉમેદવાર સ્પર્ધામાં હતા. પાંચમા તબકકામાં 695 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયુ હતું.

Print