www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પૂર્વ ઝોનના ભયગ્રસ્ત 735 કવાર્ટરને નોટીસ : નદી કાંઠેથી સ્થળાંતરની વ્યવસ્થાઓ પણ કરાઇ

ખોદકામ બંધ કરવા આદેશ : ખાડાઓ બુરવા નીકળી પડો


પ્રથમ વરસાદ થતા જ ત્રણે સીટી ઇજનેરોને તેડાવતા સ્ટે.ચેરમેન : પૂર્વ ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરાવ્યો : પાણીના નિકાલ માટે વોર્ડવાઇઝ ટીમ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
શહેરમાં ગઇકાલથી ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે ત્યારે પાણીની ડીઆઇ પાઇપલાઇન નાંખવા, ભૂગર્ભ ગટર લાઇન, પેચવર્ક સહિતની ખોદકામની કામગીરી તાત્કાલીક અસરથી બંધ કરવા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને સૂચના આપી છે. 

વાહન ચાલકો અને રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચર્ચા માટે આજરોજ જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરો સાથે બેઠક કરાઇ હતી. જેમાં વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે તાત્કાલિક અસરથી કામ બંધ કરવા સુચના આપી હતી. ચોમાસામાં ડામર કામ-પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂ કરવા સૂચના અપાઇ હતી. બેઠકમાં સીટી એન્જી. પરેશ અઢીયા, અતુલ રાવલ તથા કુંતેષ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડ્રેનેજ-મેનહોલની સફાઇ 
પૂર્વઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન એક્ટીવીટીના ભાગ રૂપે વોર્ડ નં.4,5,6,15,16,18માં સ્ટ્રોર્મ વોટર મેન હોલ કુલ 4322 નંગમાંથી 4322 તથા ડ્રેનેજ મેનહોલ કુલ 20277 નંગમાંથી 19892 નંગ સફાઈ કરવામાં આવેલ છે 73પ ભયગ્રસ્ત મકાનોને નોટીસ પાઠવેલ છે તેમજ મકાનોના જર્જરીત જણાતાં ભાગો દુર કરવામાં આવેલ છે. ભારે વરસાદની આગાહીના સમયે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિક લોકોના સ્થળાંતર માટે જંગલેશ્વર મેઈનરોડ પર આવેલ શાળાનં.70 તથા ભગવતીપરા વિસ્તારમાં આવેલ શાળાનં.43 માં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરેલ છે.

પૂર્વઝોનમાં 31 વોટર લોગીંગ એરિયામાં સ્ટ્રોર્મ વોટર પાઈપ લાઈન નાખી પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા કરી પાણીના નિકાલ માટે વોર્ડવાઇઝ ટીમો બનાવી, રસ્તાઓમાં ખાડાઓ, પોટ હોલ વગેરેનું તાત્કાલીક રીપેરીંગ હાથ ધરી શકાય તે માટે પૂર્વ ઝોન ના તમામ વોર્ડમાં ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવેલ છે. 
ભારે વરસાદના સમયે પૂર્વ ઝોન ઓફીસ ખાતે 247 કલાક રાઉન્ડ ધ કલોક ત્રણ શિફ્ટમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે તેમજ દરેક વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે ટ્રેક્ટર, જે.સી.બી., મજુરો સહિતની વ્યવસ્થા કરાઇ છે.

Print