www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલમાં કાલે સામુહિક યજ્ઞનું આયોજન


સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.22
ગાયત્રી પરિવાર નાં ભરતસિંહ જાડેજા નાં જણાવ્યાં મુજબ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર નાં આદેશ મુજબ દર વર્ષ ની માફક આ વર્ષે પણ તા.23 ગુરુવાર બુધ્ધ પુર્ણીમા નાં રોજ વિશ્ર્વ કલ્યાણ તથા ઉજ્જવલ ભવિષ્ય માટે સવાર થી સાંજ સુધી 40 લાખ ઘરો માં એકસાથે સામુહિક યજ્ઞો થાય તેવું નિ:શુલ્ક આયોજન કરાયું હોય જે ભાવિકજનો ને પોતાનાં ઘરે યજ્ઞ રાખવો હોય તેઓએ ગાયત્રી પરિવાર ગોંડલ નો સંપર્ક કરવો.યજ્ઞ ની બધીજ સામગ્રીઓ ગાયત્રી પરિવાર નાં ભાઇ બહેનો લઈ આવશે.યજ્ઞ અનુષ્ઠાન નો લાભ લેવા તેમણે જણાવ્યું છે. 

Print