www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે 250 થી વધુ લોકોએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવન જીવવાની કટિબદ્ધતા દર્શાવી


સાંજ સમાચાર

યુનાઈટેડ નેશન્સ દ્વારા આ વર્ષે યોગા ફોર સેલ્ફ, યોગા ફોર સોસાયટી સેન્ટ્રલ થીમ નક્કી કરવામાં આવેલી જે હેઠળ કાલાવડ રોડ પર આણંદપર ખાતે આવેલ ટી. વી. મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત ગાર્ડી વિધાપીઠ સંલગ્ન કોલેજ વી. એમ. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા યોગ પ્રાણાયામ માર્ગદર્શન અને તાલીમ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંદાજે 250 થી વધુ લોકોએ સમુહમાં યોગાભ્યાસ કરી દૈનિક જીવનમાં યોગને ફક્ત કસરત નહીં પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જીવનશૈલીની એક પ્રણાલી સ્વરૂપે સ્વીકારવા કટિબદ્ધતા પ્રદર્શિત કરી હતી. આ શિબિરમાં ગાર્ડી વિદ્યાપીઠ હેઠળની તમામ સંસ્થાઓના પ્રિન્સીપાલ, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જય મહેતા પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Print