www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટના દીકરી, જિનશાસન પ્રભાવક સાધ્વીરત્ના, પરમવંદનીય

પૂ. વિપુલયશાશ્રીજી મ.નો કાલે 70મો સંયમ પર્યાય દિવસ: માંડવી ચોક જિનાલયમાં અનુષ્ઠાન યોજાશે


પૂ. વિપુલયશાશ્રીજી મહારાજે પાનસર તીર્થમાં દીક્ષા ગ્રહણ કરી, સમેતશિખર સહિત વિવિધ સ્થાનોમાં ચાતુર્માસ કરીને શાસન પ્રભાવના કરી છે

સાંજ સમાચાર

રાજકોટ, તા.27
જિનશાસનના મહાપ્રભાવક, આગમોધ્ધારકશ્રીના સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રી નરદેવસાગર સૂરિશ્ર્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પૂ. સાધ્વીજી શ્રી શિવતિલક-મૃગેન્દ્ર શ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી ભગવંત શ્રી સુયશાશ્રીજી મ.ના સુશિષ્યા, જૈન તત્વ દર્શનના અભ્યાસ, પૂ. સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મ.નો આવતીકાલ તા.28ના 70મો સંયમ પર્યાય દિન ઉજવાશે.

પૂ. સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મ.ના 70મા સંયમ પર્યાય દિન નિમિત્તે આવતીકાલ તા.28મીના શુક્રવારે સવારે નવ વાગે માંડવી ચોક દેરાસર, શ્રી સુપાર્શ્વનાથ જિનાલય (દાદાવાડી)ના આંગણે શાંતિ વિધાન મહાપૂજા અનુષ્ઠાન પૂ. સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાશે.

રાજકોટના દીકરી
પૂ. સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મહારાજ રાજકોટના નિવાસી માતુશ્રી પ્રભાબેન મોનજીભાઇ કોઠારી (સંસારી પક્ષે)ના સુપુત્રી છે. તેમનું સંસારી નામ વિનોદી છે. વૈરાગ્ય વાસિત થઇને તેમણે 19 વર્ષની વયે પાનસર તીર્થ (ગુજરાત)માં વિક્રમ સંવત 2011ના જેઠ વદ-7ના રવિવારે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પૂ. સાધ્વીજી ભગવંત શ્રી સૂયશાશ્રીજી મહારાજના શિષ્યા બન્યા અને વિપુલયશાશ્રીજી મ. નામ ધારણ કર્યું.

દીક્ષા અંગીકાર કર્યા બાદ તેમણે આજીવન ગુરુકુલવાસમાં રહી બિહારમાં કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી સમેત શિખરતીર્થે ચાતુર્માસ કર્યું. સિધ્ધગિરિની 99 યાત્રા, ચાતુર્માસ તેમજ ગિરનારજીની પંચતીર્થે યાત્રા, પાનસર, ભોયણી, કડી, કલોલ, આદિની યાત્રા કરી જ્ઞાન, ધ્યાન, તપ-ત્યાગમાં આગળ વધતાં આવતીકાલે પૂ. વિપુલશાશ્રીજી મ. સંયમ જીવનના 70મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. દાદી ગુરુશ્રી મૃગેન્દ્ર શ્રીજીમ.નો આજે કાલે દીક્ષા દિવસ છે.

સંયમ પર્વોત્સવ નિમિત્તે પૂ. સા.શ્રી ધર્મશીલાશ્રીજી મ. પૂ. સી. શ્રી રમ્યશીલા શ્રીજીમાં પૂ. સા.શ્રી  ધર્મશીલાશ્રીજી મ.પૂ. સી. શ્રી રમ્યશીલા શ્રીજીમ. પૂ. સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ. તથા પૂ. સી. શ્રી પર્વયશાજીશ્રીજી મ.ની પ્રેરણાથી આવતીકાલ તા.28ના 198 વર્ષીય પ્રાચીન શ્રી સુપાર્શ્ર્વનાથ જિનાલયે (માંડવી ચોક દેરાસર)ના આંગણે પૂ. વિપુલયશાશ્રીજી મ.ના 70મા સંયમ પર્યાય દિન નિમિત્તે મહાપ્રભાવક અખંડધારા અભિષેક યુક્ત શાંતિ વિધાન પૂજાનું આયોજન કરવામાં આવેલ છે.

પાલીતાણા મુકામે બિરાજમાન બેન મહારાજ શ્રી વ્રતધરાશ્રીજીમ. સી. શ્રી કલ્પવંદિતા શ્રીજીમ., સા.શ્રી સમર્પણાશ્રીજી મ. તથા સાધ્વીજી શ્રી આર્યવ્રતાશ્રીજી મહારાજે પૂ. વિપુલયશાશ્રીજી મહારાજની ભવ્ય સંયમજીવનયાત્રા માટે અભિનંદનની વર્ષા વરસાવી છે.

 

Print