www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડાપ્રધાન પદના ત્રીજી વાર શપથ લીધા બાદ...

વડાપ્રધાન મોદી 18મીએ વારાણસીની મુલાકાતે: ખેડૂત સંમેલનને સંબોધશે


પીએમ દશાશ્વમેઘ ઘાટે ગંગા આરતીમાં ભાગ લેશે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.11
પીએમ તરીકે ત્રીજી વખત શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી પોતાના લોકસભા મત વિસ્તાર વારાણસી ખાતે પ્રથમ વાર મુલાકાત તા.18મી જૂને લેશે. તેઓ અત્રે યોજાનાર ખેડૂત સંમેલન સંબોધન કરશે.

વડાપ્રધાનની વારાણસીમાં આગામી મુલાકાતને લઈને પાર્ટીના સ્થાનિક નેતાઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. ભાજપના કાશી પ્રદેશ પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદી તેમની વારાણસી ખાતેની એક દિવસની મુલાકાત દરમિયાન દશાશિવમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે.

પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે તડામાર તૈયારી થઈ રહી છે.

Print