www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જો વરસાદી પાણીના નિકાલ જીઆઈડીસી ખોલશે નહીં તો મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામે મોટા નુકશાનની દહેશત


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.28 
મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામ પામે બની રહેલ જીઆડીસી દ્વારા બંધ કરવામાં આવેલ વરસાદી પાણીના વહેણો ખોલવામાં નહીં આવે તો આગમી સમયમાં ભારે વરસાદ પડશે તો માનવસર્જિત જળ હોનારત, લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન, ખેડૂતોના ખેતરોમાં પણ નુક્સાન થાય તેવી દહેશત છે છતાં અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતાં નથી તે પણ તપાસનો વિષય છે.

મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામના ગ્રામજનો વતી પરસાડીયા રાજુભાઈ માધાભાઈ (55)એ પ્રાદેશિક મેનેજર જી.આઇ.ડી.સી- રાજકોટને ફરિયાદ કરલે છે જેમાં જણાવ્યુ છે કે, પાનેલીના સર્વે નં-140 પૈકીમાથી નીકળતા જાહેર માર્ગ રસ્તા તથા વરસાદી પાણીના વહેણો બંધ કરીને ઔધ્યોગીક પ્લોટીંગ કરીને વેચાણ અર્થે લે-આઉટ પ્લાન શીટ બનાવવામાં આવેલ છે. આવી જ રીતે જાબુંડીયા ગામના સર્વે નં-146 પૈકીમાંથી નીકળતા કુદરતી પાણીના વહેણો પણ બુરી નાખવામાં આવેલ છે. અને વોટરબોડિના નીતીનિયમોનું ઉલ્લઘન કરવામાં આવેલ છે. પાનેલીથી શોભેશ્વર મોરબી જતો માર્ગ પણ છેલ્લા સાડા પાંચ મહીનાથી બંધ કરી નાખવામાં આવેલ છે.

જાંબુડીયા સર્વે નંબર 146, પાનેલી સર્વે નંબર 140/2 ના કુદરતી વરસાદી પાણીના વોંકળાના વહેણ બંધ કરી નાખવામાં આવ્યા છે તેમજ જાહેર માર્ગો એક બીજા ગામ જવા માટેના બંધ કર્યા છે જેથી કરીને જીઆઇડીસી દ્વારા રસ્તા અને કુદરતી વરસાદી પાણીના નિકાલને ખુલ્લા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદાર કોર્ટને છે જેથી કરીને જીઆઇડીસી સામે કેસ દાખલ કરવા તા. 10/6 થી દાદ માંગી હતી.

છતાં આજ દિવસ સુધી કેસ દાખલ કરેલ નથી ?, સ્થળ ઉપર રોજકામ કરવા આવતા નથી, વધુ વરસાદ પડે તો પાનેલીમાં માનવસર્જિત જળ હોનારત થઈ શકે છે. અને લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન થાય તેવી શ્કાયતા છે. આટલું જ નહીં વરસાદી પાણીના લીધે જાંબુડીયા, લખધીરપુર અને પાનેલી ગામના ખેડૂતોના ખેતરોમાં પણ નુક્સાન થાય તેમ છે. 

 

Print