www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતાના ભાજપ પર પ્રહારો

ભાજપના રાજમાં પેપર લીક આપણા દેશની રાષ્ટ્રીય સમસ્યા બની: પ્રિયંકા


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.22
‘નીટ’ પેપર લીક કાંડ બાદ શિક્ષણ મંત્રાલયે યુજીસી-નેટની પરીક્ષા પણ રદ કરી દીધી છે. આ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ભાજપની સરકારને ઘેરીને એક પોસ્ટમાં લખ્યું છે - ભાજપના સાસનમાં પેપરલીક આપણા દેશમાં રાષ્ટ્રીય સમસ્યા બની ગઇ છે, જેણે અત્યાર સુધીમાં કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. આ મામલે પ્રિયંકા ગાંધીએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

પ્રિયંકા ગાંધીએ એક્સ (પૂર્વ ટ્વીટર) પર 24 લાખ છાત્રોને ‘નીટ’ કાંડમાં સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું હતું કે ભાજપના રાજમાં ભરતીઓ દરમિયાન ભ્રષ્ટાચાર પેપર લીક અને શૈક્ષણિક કૌભાંડ દેશના ભવિષ્યને કૌભાંડમાં ધકેલી રહ્યા છે. ભ્રષ્ટાચારનો આ ખેલ તત્કાલ બંધ થવો જોઇએ.

આજે દેશભરમાં કોંગ્રેસ ‘નીટ’ પરીક્ષા કૌભાંડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

 

Print