www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પરિક્ષાના પ્રથમ દિવસે સવારના સેશનમાં એક પણ કોપી કેસ નહી

ધો.10 અને 12ની પૂરક પરિક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ


પરિક્ષા કેન્દ્રો પર સવારના સેશનમાં ધો.10નું ગુજરાતી, હિન્દી તેમજ ધો.12નું આંકડાશાસ્ત્ર વિષયનું પેપર લેવાયું: બપોરથી સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર

સાંજ સમાચાર

 રાજકોટ તા.24
 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજકોટ સહિત રાજયભરમાં જીલ્લા મથકો પર ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. રાજયભરમાં 2.38 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.

 રાજયમાં 653 જેટલા સીસીટીવી કેમેરાથી સજજ શાળાઓની બિલ્ડીંગ પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. જેમાં દરેક કેન્દ્રો પર ઓબ્ઝર્વરો સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે.

 રાજકોટમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં આજે પ્રથમ દિવસે સવારના 10-30થી 1-45 કલાક દરમ્યાન ધો.12 સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર વિષયનું પેપર લેવામાં આવેલ હતું. જયારે સવારના જ સેશનમાં 10થી 1-15 કલાક દરમ્યાન ધો.10ના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પ્રથમ ભાષાના પેપર લેવામાં આવેલ હતા.

બપોરના સેશનમાં બપોરના 3થી 6-15 કલાક દરમ્યાન પરીક્ષા કેન્દ્રો પરથી ધો.12નું ભૂગોળ વિષયનું પેપર લેવામાં આવી રહ્યું છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે રાજકોટમાં એક પણ કોપી કેસનો બનાવ બનવા પામેલ ન હતો. 

 

Print