www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાંકાનેરમાં રોડની બન્ને સાઈડમાં ફૂટપાથની કામગીરી માટે ખોદાયેલા ખાડાથી રાહદારીઓને હાલાકી


પગલા લેવા નગરપાલિકા તંત્રને રજૂઆત

સાંજ સમાચાર

(લીતેશ ચંદારાણા)
વાંકાનેર તા.21
 વાંકાનેર શહેરના ટ્રાફીકથી ધમધમતા ગ્રીનચોકથી સીટી સ્ટેનના નાલા સુધીમાં રોડની બન્ને સાઈડમાં ફુટપાથની કામગીરી અર્થે ખોદાયેલા ખાડા વ્યાપારી તથા રાહદારી માટે માથાના દુ:ખાવા સમાન બની ગયા છે.

 છેલ્લા બે માસથી આ ખોદકામ કરેલ ખાડા ઉપર કયા કારણોસર ફુટપાથનું કામ ખોરંભાયેલું છે? આ રોડ પરના તમામ વ્યાપારીઓમાં ભારે કચવાટ ફેલાયેલ છે. તાજેતરમાં બન્ને સાઈડના વ્યાપારીઓએ નગરપાલિકાને તમામ વ્યાપારીઓની સહીઓ સાથે લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.

 રજુઆતમાં હાલ ચોમાસાનો પ્રારંભ થઈ ચુકયો હોય થોડા ઘણા વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતો જતો હોય આ ઉપરાંત વ્યાપારી તથા રાહદારીઓને પડતી મુશ્કેલીમાંથી તુરત છુટકારો મળે તે હેતુથી તાકીદે ઉપરોકત રોડ પર ફુટપાથનું કામ પૂર્ણ કરવા રાહદારી તથા વ્યાપારી માંગણી પૂર્ણ કરવા તાકીદે કામ શરૂ કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી.

Print