www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેમઝોન બંધના આદેશ સામે થઈ અરજી, હાલ કોઈ રાહત આપવા હાઈકોર્ટનો ઈનકાર


રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્યભરના ગેમઝોન અને તે પ્રકારના સ્થળોને બંધ રાખવા હાઈકોર્ટે આદેશ કર્યો છે: અમદાવાદના આનંદ મેળાના સંચાલક દેવ ઇવેન્ટ દ્વારા જાહેર હિતની અરજી કરાઈ છે, માંગ છે કે આદેશમાં સુધારો કરી, જેની પાસે તમામ મંજૂરી હોય તેને મેળો-ગેમઝોન ચાલુ કરવા દેવામાં આવે

સાંજ સમાચાર

રાજકોટ, તા.2
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્યભરના ગેમઝોન અને તે પ્રકારના સ્થળોને બંધ રાખવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. જે આદેશ સામે અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટે હાલ કોઈ પણ રાહત આપવા ઇનકાર કરી દીધો છે.

અમુક અરજદારો કે જેઓ ઇવેન્ટ અને ગેમ ઝોન સંચાલકો છે. તેઓ દ્વારા હાઇકોર્ટમાં અલગ અલગ અરજી કરાઈ હતી. રાજકોટની કરુણાંતિકા બાદ હાઈકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં હાઈકોર્ટે તમામ ગેમિંગ ઝોન બંધ કરવા માટે આદેશ કર્યો હતો.

આવા આદેશમાં સુધારો કરવા માટે આ પિટિશન અરજી કરાઈ હતી. આજે સવારે કોર્ટ કામ કાજ ની શરૂઆત દરમિયાન અરજદારો દ્વારા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની અદાલતમાં રજૂઆત કરાઈ હતી કે, તેઓ દ્વારા ગેમ ઝોન બંધ કરવાના આપેલા આદેશમાં પૂરતો સુધારો કરવા માટે અરજી કરાઈ છે

. તેની સુનાવણી કરવા માટે મંજૂરી આપવામાં આવે. જોકે અદાલતે કહ્યું કે, તમારી મેટર જે બેન્ચમાં લીસ્ટ કરાઈ છે ત્યાં જાવ. હાલ પૂરતી કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી ચીફ જસ્ટિસની કોર્ટમાં થાય તેમ છે.  બીજી બાજુ દેવ ઇવેન્ટ નામના અરજદાર દ્વારા પણ સરકારી તંત્ર દ્વારા એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિ બંધ કરાવવા સામે અરજી કરાઇ છે. એડવોકેટ બી. એમ. માંગુકિયા દ્વારા આ કેસની સુનાવણી કરવા રજૂઆત કરાઇ હતી. જોકે હાઈકોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન જ્યારે વારો આવશે ત્યારે સુનાવણી થશે.

ગુજરાતમાં ફાયર સેફ્ટીના ભંગ બાબતે જાહેર હિતની અરજીની સુનાવણી થઈ હતી. જેમાં અરજદાર દેવ ઇવેન્ટ કે જે આનંદ મેળાનું આયોજન કરે છે તેના દ્વારા રજૂઆત કરાઇ હતી કે, અગાઉ કોર્ટે તમામ ગેમિંગઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં સુધારો કરવો જોઈએ. હાઈકોર્ટે અરજી સાંભળ્યા બાદ ઇન્કાર કર્યો હતો. અમદાવાદ દેવ ઇવેન્ટ દ્વારા આયોજિત આનંદ મેળાની મજૂરી રદ કરતાં તેઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. તમામ મંજૂરી હોવા છતાં મંજૂરી રદ કરવાથી અરજદારને રૂ.3 કરોડનું નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી, જોકે હાઇકોર્ટે કોઈ રાહત આપવા સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

Print