www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ફાર્મસીમાં મંદી: અમેરિકામાં ‘વોલગ્રીન્સ’ હજારો સ્ટોર બંધ કરશે


સાંજ સમાચાર

વોશિગ્ટન,તા.28
અમેરિકામાં ફાર્મસીના બિઝનેસમાં ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે જેના કારણે કેટલીક ચેઈન પોતાના સ્ટોરને બંધ કરી રહી છે. વોલગ્રીન્સે તેના ઢગલાબંધ સ્ટોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનું કારણ છે કે ઘણા લોકેશન પર તેને નફો નથી મળતો. આના કારણે હજારો લોકોએ જોબ પણ ગુમાવવી પડે તેવી શક્યતા છે.વોલગ્રીન્સ પાસે અમેરિકામાં લગભગ 8600 લોકેશન પર ફાર્મસી સ્ટોર છે.

કંપનીએ પોતાના બિઝનેસના રિસ્ટ્રક્ચરિંગ માટે આવા ઘણા બધા સ્ટોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા બિઝનેસ કરવા માટે બેસ્ટ દેશ ગણવામાં આવે છે, પરંતુ બધા બિઝનેસ કાયમ નફો જ કરે એવું જરૂરી નથી. ઘણી વખત વાતાવરણ બદલાઈ જાય તો ધંધો સમેટવો પણ પડે.વોલગ્રીન્સ પાસે અમેરિકામાં લગભગ 8600 લોકેશન પર ફાર્મસી સ્ટોર છે જેમાં જે સ્ટોર પ્રોફીટ કરતા ન હોય ત્યાં મોટા ફેરફાર થશે અને કદાચ બંધ પણ કરવામાં આવી શકે છે. આ ફાર્માસ્યુટિકલ ચેઈનના બિઝનેસમાં હમણા મંદી છે અને ઘણી સમસ્યાઓ પેદા થઈ છે.

વોલગ્રીન્સના કેટલા સ્ટોર બંધ કરવામાં આવશે તે વિશે કંપનીએ કોઈ આંકડો નથી આપ્યો પરંતુ અંડપરફોર્મ કરતા ઘણા બધા સ્ટોરને તાળા લાગી જશે તે નક્કી છે. કંપનીના સીઈઓએ કહ્યું કે લગભગ 25 ટકા સ્ટોરમાં મોટા ચેન્જિસ આવવાના છે. તેમાં જે લોકેશન પર સ્ટોર પ્રોફીટ કરતા નહીં હોય તેને બંધ કરવામાં આવશે. અમે એવા તબક્કામાં પહોંચી ગયા છીએ જ્યાં હાલનું ફાર્મસી મોડેલ સસ્ટેનેબલ નથી અને આપણે માર્કેટને અલગ રીતે એપ્રોચ કરવો પડશે.

Print