www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ફિટનેસ મામલે તકેદારી રાખતો ધોની

પ્રોફેશ્નલ સ્પોર્ટસ રમવા માટે હંમેશા તમારે ફીટ રહેવું જરૂરી છે


♦ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટને કહ્યું, ફિટ રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી

સાંજ સમાચાર

♦ IPL 2024માં મહેન્દ્રસિંહ ધોનીનો સ્ટ્રાઈક રેટ 220.54 હતો.

નવીદિલ્હી: કરિશ્માઈ વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું છે કે તેમની પાસે સખત મહેનત કરવા અને ફિટ રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી કારણ કે પ્રોફેશ્નલ સ્પોર્ટસમાં ઉંમરમાં કોઈ છૂટછાટ નથી.

ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન 43 વર્ષની નજીક હોવા છતાં ફિટનેશના મામલે શાનદાર છે. તેણે આઈપીએલની આ સિઝનમાં સિકસર મારવાની ક્ષમતા જાળવી રાખીને સૌને પ્રભાવિત કર્યા હતા.

ઓછું વિચલન: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ધોનીએ કહ્યું, ‘સૌથી મુશ્કેલ વાત એ છે કે હું આખું વર્ષ ક્રિકેટ રમતો નથી. એટલા માટે મારે ફિટ રહેવું પડે છે. જયારે હું IPL માં મેચ રમવા આવું છું ત્યારે મારે એવા યુવાનો સાથે સ્પર્ધા કરવાની હોય છે. જેઓ ફિટ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે.

પ્રોફેશ્નલ રમત સરળ નથી, ઉંમરને કારણે કોઈ તમને છૂટ આપતું નથી. જો તમારે રમવું હોય તો તમારે બાકીના લોકોની જેમ ફિટ રહેવું પડશે. આવી સ્થિતિમાં ખાવાની આદતો અને કસરત પર ઘણું ધ્યાન આપવું પડે છે. સોશિયલ મીડિયાનો ઘણો પ્રભાવ છે પરંતુ, સદનસીબે, હું તેના પર નથી.

Print