www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હવે અંતિમ બે તબક્કા બાકી રહ્યા

આવતીકાલે 8 રાજ્યોમાં 58 બેઠકો પર મતદાનઃ મનોજ તિવારી, કન્હૈયા કુમાર અને મેનકા ગાંધીના ભાવિ નક્કી થશે


ધર્મેન્દ્ર પ્રધાન સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓ તથા મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર સહિત ત્રણ પૂર્વ મુખ્યમંત્રી સહિત કુલ 898 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે

સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : 2024ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં શનિવારે (25 મે)ના રોજ 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થશે.

જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી. હવે અહીં છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

આ તબક્કામાં 3 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર અને રાવ ઈન્દ્રજીત સિંહ મેદાનમાં છે. ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે.

આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 797 પુરૂષ અને 92 મહિલા ઉમેદવારો છે.

આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવાર હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવીન જિંદાલ છે. તેમની પાસે 1241 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

543 લોકસભા બેઠકોના પાંચમા તબક્કા સુધી 429 બેઠકો પર મતદાન થયું છે. 25 મે સુધીમાં કુલ 487 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. છેલ્લા અને સાતમા તબક્કામાં 56 બેઠકો પર મતદાન થશે.

ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણા ની 10 બેઠકો, બિહારનો 8 બેઠકો, બંગાળની 8, દિલ્હીની 7, ઓડિશામાં 6, ઝારખંડની 4, અને કાશ્મીરમાં એક - અનંતનાગ બેઠક પર થશે મતદાન

Print