www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દુધરેજ પુલ ઉપરથી નીકળેલા બાવળોનું કટીંગ કરવામાં આવે તેવી લોકમાંગ


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 24
સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા સહિતના શહેરો અને તાલુકાઓમાં જવા માટે લોકો દૂધરેજ પુલનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ પુલ ઉપર બાવળો ઉગીને દિવસે દિવસે બહાર નીકળી રહ્યા છે. આથી રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ પુલ ઉપર દિવસ-રાત નાના-મોટા પસાર થઇ રહ્યા છે. 

બીજી તરફ સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ, હોસ્પિટલ નજીક હોવાથી ઇમરજન્સી કેસો પણ આવતા હોય છે. જ્યારે શહેરી અને ગામડાના લોકો આ પુલનો પણ અવરજવર માટે ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દૂધરેજ પુલ ઉપર દિવસે દિવસે બાવળો ઉગી નીકળીને બહાર આવી રહ્યા છે. જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

કેટલીક વાર ટ્રાફિક વધુ રહેતા ટુ વ્હીલર ચાલકોને વાહન સાઇડમાં ચલાવતા જબાવળો વાગવાના બનાવો બને છે. ત્યારે આ પુલ ઉપર બાવળોના કારણે કોઇ અકસ્માતની દુર્ઘટના બને તે પહેલા બાવળોનું કટિંગ કરવામાં આવે તેવી લોકોમાં લાગણી અને માંગણી ઊઠવા પામી હતી.

Print