www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પત્નીની હત્યા કર્યાનાં ગુનામાં પ્રકાશ પરમારની જામીન અરજી રદ્દ


સાંજ સમાચાર

રાજકોટ,તા.22
આરોપી પ્રકાશ દીપકભાઈ પરમાર (રહે.નવલનગર-9, વિશ્વેશ્વર મંદિર, રાજકોટ) પોતાની પત્નીની હત્યા નિપજાવવાના ગુનામાં પોતે જેલમાં હોય તેણે રેગ્યુલર જમીન અરજી કરતા સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધેલ છે.બનાવની ટુંક હકીકત એવી છે કે ગત તારીખ 23/06/2018ના સાંજના સમયે નવલનગર, શેરી નં.18, મહુડી રોડ ખાતેના મકાનમાં આરોેપી ગયેલ અને પોતાની પત્ની નમ્રતાબેનને શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાથી તેણી રીસામણે હતી .

ત્યાં જઈ આરોપીએ નજરે જોનાર સાહેદની હાજરીમાં પૂર્વ તૈયારી સાથે જઈને ગયેલ છરીથી પોતાની પત્નીને આદેધડ છરીના ઘા મારી તેનું મોત નીપજાવેલ અને સાહેદને પણ છરીથી ઘા મારીને ત્યાંથી નાસી ગયેલ જે બાબતેની ફરિયાદ નમ્રતાના માસી રાધાબેન રાયઠ્ઠાએ નોંધાવી હતી આરોપી પકડાયા બાદ જેલ હવાલે કરાયો હતો. જેલમાંથી પ્રકાશે જામીન અરજી કરેલી જે કામમાં આરોપી સામેનો ગુનો ગંભીર હોવાનું માની અને મજબુત પ્રથમ દર્શનીય કેસમાની એડીશનલ જજ ડી.એસ.સિંઘે આરોપીએ જામીન ઉપર છુટવા કરેલી રેગ્યુલર જમીન અરજી ફગાવી દીધેલ છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશભાઈ જોશી રોકાયેલા હતાં.

Print