www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

PM મોદીનો પાકિસ્તાન પર જબરો કટાક્ષ

હું ખુદ લાહોર જઈને તેની તાકાત જોઈ આવ્યો છું... પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા પર વડાપ્રધાને જવાબ આપ્યો


પાકિસ્તાન ગયો ત્યારે રિપોર્ટર પૂછતા "વિઝા વગર કેવી રીતે આવ્યા, મે કહ્યું - આ એક જમાનામાં મારો જ દેશ હતો”

સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના ઉત્તેજના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરતા વડાપ્રધાન મોદી પાકિસ્તાન અને પરમાણુ જેવા મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ ટિપ્પણીઓને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

તાજેતરમાં, પાકિસ્તાન સાથે સંબંધિત પીએમ મોદીની એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતે લાહોર ગયા હતા અને ત્યાંની હાલત જોઈ છે.

ગઈકાલે દિલ્હીના ભારત મંડપમમાં ઇન્ડિયા ટીવી દ્વારા યોજાયેલ સલામ ઇન્ડિયા શોમાં રજત શર્માએ પૂછયું હતું કે, યુપીએનો એક પક્ષ કહે છે કે પાકિસ્તાન પાસે ન્યુક્લિયર બોમ્બ છે તેથી તેનાથી ડરવું જોઈએ? તમારા શું વિચાર છે...

વડા પ્રધાને વિરોધ પક્ષોના નિવેદનો સાથે જોડાયેલા એક પ્રશ્નનો જવાબ આપ્યો અને પાકિસ્તાન પર જબરો રમૂજમાં કટાક્ષ કર્યો, જેમાં ફારુક અબ્દુલ્લા જેવા વરિષ્ઠ રાજનેતાએ ‘પાકિસ્તાન પરમાણુ દેશ છે, ભારતે તેનું ધ્યાન રાખવું જોઈએ’ જેવી સલાહ આપી હતી.

પાકિસ્તાનની પરમાણુ શક્તિ અને તેના પ્રત્યે ભારતનું વલણ કેવું હોવું જોઈએ? આ સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, તેઓ પોતે લાહોર ગયા અને પાકિસ્તાનની તાકાત તપાસી. પાકિસ્તાનની ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, ‘ત્યાં એક રિપોર્ટર રિપોર્ટિંગ કરી રહ્યો હતો, હાય અલ્લાહ તૌબા, હાય અલ્લાહ તૌબા... તે વિઝા વિના પાકિસ્તાન કેવી રીતે આવ્યો...’, જેની વીડિયો ક્લિપ શેર કરવામાં આવી રહી છે.

આમાં વડાપ્રધાનના જવાબની છેલ્લી લાઇન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેણે કહ્યું, ‘અરે, તે એક સમયે મારો દેશ હતો.’ 

દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ 370 હટાવવાના નિર્ણય પર સવાલો ઉઠાવી રહી છે  
આ જ ઈન્ટરવ્યુ દરમિયાન વડાપ્રધાને જમ્મુ-કાશ્મીર, બંધારણની કલમ 370 હટાવવાના નિર્ણય અને ઈસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો પર પણ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે 5 ઓગસ્ટ 2019ના નિર્ણય બાદ મોટાભાગના દેશોએ તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. જો કે, કમનસીબે ભારતમાં કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

વડા પ્રધાને કહ્યું કે, આ નિર્ણય છતાં તેમને ઘણા આરબ અને ઇસ્લામિક દેશોમાં સન્માન મળ્યું છે. કતારમાં મૃત્યુદંડની સજા બાદ લોકોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં સફળતા મળી હતી. વડા પ્રધાનના મતે, મોદી એવી બ્રાન્ડ છે કે જ્યારે દુર્વ્યવહાર થાય ત્યારે પણ વિપક્ષી નેતાઓને મીડિયામાં સ્થાન મળે છે.

Print