www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડાપ્રધાન શાંઘાઇ સમીટમાં નહીં જાય : રશિયા, ચીન, પાક. સાથે મુલાકાત નહીં


સંસદના સત્રનો છેલ્લો દિવસ હોવાથી મુલાકાત ટાળવાનો નિર્ણય

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.24
મધ્ય એશિયાનાં સૌથી મોટાં રાષ્ટ્ર કઝાખિસ્તાનનાં પાટનગર અસ્તાનામાં યોજાનારી શાંધાઈ-કો-ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી નહીં શકે. સંસદનું સત્ર તા.3 જુલાઇના પુરૂ થશે  અને છેલ્લા દિવસે વડાપ્રધાન અચૂક હાજરી આપશે.

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે આવ્યા પછી મોદી પહેલીવાર રશિયાના પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવા ઉપરાંત ચીનના પ્રમુખ શી જિન-પિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન સહબાજ શરીફને પણ આ શિખર પરિષદમાં મળશે તેવી આશા રાખવામાં આવી હતી.

પરંતુ બંને દેશો સાથેના સંબંધોની સ્થિતિ જોતાં મોદી ભાગ્યે જ તેઓને મળે તે સંભાવના વધુ સાચી લાગતી હતી. જોકે ભારતે તો પહેલેથી જ કહ્યું છે કે આ ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને આર્થિક વિકાસને ઘણું મહત્ત્વનું માને છે.

જોકે એચ.સી.ઓ.માં ભારત પૂર્ણ સભ્યપદે હોવા છતાં તેમાંથી તે અલગ પડી ગયું છે તેનું કારણ તે છે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવનો એસ.સી.ઓ.ના બધા જ દેશોએ સ્વીકાર કર્યો છે એક માત્ર ભારત જ તેનો સ્વીકાર કર્યો નથી, કે સમર્થન પણ આપ્યું નથી.

ભારતે વારંવાર કહ્યું છે કે આ સંગઠનનું મુખ્ય ધ્યેય આતંકવાદ સામે લડવાનું હોઈ શકે અને બીજું દરેક દેશે અન્ય દેશોનાં સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક અખંડતાને માન આપવું જોઈએ.

Print